New Update
/connect-gujarat/media/media_files/2025/12/23/live-dhokla-2025-12-23-15-32-09.jpg)
ઇન્સ્ટન્ટ લાઈવ લસણિયા ઢોકળા ગુજરાતની લોકપ્રિય વાનગીનો એક ચટાકેદાર અને ઝડપથી બનતો વિકલ્પ છે, જે ખાસ કરીને શિયાળામાં ખાવાની મજા બમણી કરી દે છે.
નરમ, સ્પોન્જી અને લસણની તીખાશથી ભરપૂર આ ઢોકળા માત્ર 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે, એટલે સવાર કે સાંજના નાસ્તા માટે આ એકદમ પરફેક્ટ રેસીપી છે. ચણાના લોટ અને સોજીથી બનતા આ લાઈવ ઢોકળા સ્વાદમાં તો ઉત્તમ છે જ, સાથે બનાવવામાં પણ ખૂબ સરળ છે.
ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ એક મોટા વાસણમાં 2 વાટકી ચણાનો લોટ ચાળી લો. તેમાં 1 કપ સોજી, 1 કપ ખાટું દહીં અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. જો ખીરું વધારે ઘટ્ટ લાગે તો અડધો કપ જેટલું પાણી ઉમેરી શકાય. આ ખીરાને લગભગ 10 મિનિટ માટે ઢાંકી રાખો જેથી સોજી સારી રીતે ભીંજાઈ જાય.
આ દરમિયાન લસણની ચટણી તૈયાર કરો. 10થી 12 સુકા લસણની કળીઓમાં 2 ચમચી લાલ સુકું મરચું પાઉડર ઉમેરી ખાંડણીમાં ખાંડી લો અથવા મિક્સરમાં પીસી લો. હવે 10 મિનિટ બાદ ખીરામાં અડધી ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી તેલ ઉમેરીને સારી રીતે ફેટી લો. સોજી પાણી શોષી લેતી હોવાથી જો ખીરું ફરી ઘટ્ટ થઈ ગયું હોય તો થોડું પાણી ઉમેરીને તેને સહેજ પાતળું કરો. ત્યારબાદ આ ખીરાને ત્રણ સરખા ભાગમાં વહેંચી લો અને એક ભાગમાં લસણની ચટણી મિક્સ કરો.
હવે સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકો. એક થાળી અથવા ટ્રેમાં તેલ લગાવી સૌપ્રથમ સાદું ખીરું પાથરો અને તેને સ્ટીમરમાં મૂકી લગભગ 5 મિનિટ બાફો. ત્યારબાદ તેના ઉપર લસણવાળું ખીરું પાથરી 2 મિનિટ સુધી સ્ટીમ કરો. હવે અંતમાં ફરી સાદું ખીરું પાથરી 5થી 7 મિનિટ સુધી બાફો. આ દરમિયાન ઉપરથી થોડું લાલ મરચું પાઉડર ભભરાવશો તો સ્વાદ વધુ વધશે.
ઢોકળા બરાબર બફાઈ જાય પછી થાળી સ્ટીમરમાંથી બહાર કાઢી લો અને તેને ઠંડું થવા દો. પછી કટર અથવા ચાકુની મદદથી ચોરસ ટુકડાઓમાં કાપી લો. હવે એક કઢાઈમાં 2થી 3 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ અને મીઠા લીમડાના પાંદડા તતડાવો. આ ગરમાગરમ વઘાર ઢોકળા પર રેડો.
આ રીતે તૈયાર થયેલા ઇન્સ્ટન્ટ લાઈવ લસણિયા ઢોકળા નરમ, ચટાકેદાર અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં ગરમાગરમ પીરસેલા આ ઢોકળા ચા સાથે કે નાસ્તામાં ખાવા માટે ઉત્તમ છે અને પરિવારના દરેક સભ્યને ચોક્કસ ગમશે.

Latest Stories