ભારત તહેવારોના દેશ તરીકે પણ ઓળખાય છે,જુદા જુદા પ્રાંતની અલગ ભાષા તો ભોજનમાં પણ વિવિધતા છે,પરંતુ એજ રીતે ચટાકેદાર પાણીપુરી પણ અવનવા નામથી ઓળખાય છે.જેના કેટલાક નામ તો આશ્ચર્ય પમાડે તેવા છે.
નાના બાળકો થી લઈને મોટા વયસ્ક નાગરિકોને મોઢામાં પાણી લાવી દેતી ચટપટી પાણીપુરી તેના વિવિધ નામથી અલગ અલગ પ્રાંતમાં ઓળખાય છે,સામાન્ય રીતે પાણીપુરી કહીને સંબોધન કરતા નાગરિકોએ પાણીપુરીના અવનવા અને ચટપટા નામની જાણકારી પણ રાખવી જોઈએ.
હરિયાણા સિવાય ઉત્તર ભારતમાં પાણીપુરીને ગોલગપ્પા તરીકે ઓળખવામાં આવે છે.જ્યારે મહારાષ્ટ્ર,ગુજરાત,મધ્ય
રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારમાં પાણીપુરીને પતાશી તરીકે પણ ઓળખવામાં આવે છે.જ્યારે સ્વાદના શોખીનો ચટાકેદાર પાણીપુરીને મોઢામાં મુક્તાની સાથેજ થોડીવાર કઈંજ બોલી શકતા નથી તેથી ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ,હૈદરાબાદ અને તેલંગાણામાં કેટલાક ભાગોમાં ગુપચુપ નામથી પણ પાણીપુરી ઓળખાય છે. ઉત્તર પ્રદેશ અને નેપાળના કેટલાક ભાગોમાં પાણીપુરીને ફુલ્કી પણ કહેવામાં આવે છે.મધ્યપ્રદેશના હોશંગાબાદની વાત કરીએ તો ત્યાં પાણીપુરી ટિક્કીના નામથી ઓળખાય છે,અને ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગોલગપ્પાને પડાકા નામથી પણ ઓળખવામાં આવે છે.