/connect-gujarat/media/media_files/2025/09/12/pudla-2025-09-12-17-18-54.jpeg)
બાજરીના ચીલા સવારના નાસ્તા કે સાંજના ભોજન માટે ઉત્તમ વાનગી છે. પોષક તત્વોથી બાજરીના લોટની પરંપરાગત વાનગી બાજરીના પુડલાની રેસીપી તમારે ઘરે જરૂર ટ્રાય કરવી જોઇએ.
ચીલા એટલે પુડલા ભારતની પરંપરાગત વાનગી છે. મોટાભાગના લોકોના ઘરે ચણાના લોટના ચીલા બને છે. જો તમને ચીલા ખાવા ગમે છે, તો અહીં એક યુનિક બાજરીના ચીલા બનાવવાની રેસીપી આપી છે. પોષક તત્વોથી ભરપૂર બાજરી ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. સવારે નાસ્તા કે રાતે હળવો ખોરાક ખાવાની ઇચ્છા હોય ત્યારે બાજરીના પુડલા ઉત્તમ વાનગી છે. અહીં બાજરીના ચીલા બનાવવાની સરળ રીત જણાવી છે.
બાજરીના પુડલા બનાવવા માટે સૌથી પ્રથમ એક મોટા બાઉલમાં 1 વાટકી દહીં નાંખો, પછી તેમા લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલા પાઉડર ઉમેરો, પછી દહીંમાં બધા મસાલા સારી રીતે મિક્સ કરી લો.
હવે આ દહીંમાં બાજરીનો લોટ અને ચણાનો લોટ ઉમેરો, પછી તમે જરૂર મુજબ પાણી ઉમેરી મધ્યમ જાડુ ખીરું બનાવો. ખીરું બહું પાતળું કે જાડું રાખવું નહીં.
હવે એક નાની તપેલીમાં 2 ચમચી તેલ ગરમો, પછી તેમા જીરું, રાઇ, મીઠા લીમડાના અને તલનો તડકો લગાવો. પછી આ તડકો બાજરીના લોટના ખીરામાં રેડો. હવે ઝીણી સમારેલી ડુંગળી અને લીલા કોથમીરના પાન ઉમેરી બાજરીના લોટના ખીરાને સારી રીતે ફેંટી લો. લોટના ગાંગડા ન રહે તેનું ધ્યાન રાખો. છેલ્લે ખીરામાં અડધી ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરી બરાબર ફેંટી લો. આ ખીરાને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો.
ગેસ ચાલુ એક નોન સ્ટીક પેન ગરમ કરો, તેના પર થોડુંક તેલ લગાવી બાજરીના લોટનું ખીરું રેડો. તમે તમારી ઇચ્છા મુજબ પુડલાને જાડો કે પાતળો રાખી શકાય છે. બાજરીના પુડલા બંને બાજુથી બ્રાઉન થાય ત્યાં શેકવા. ગરમાગરમ બાજરીના પુડલા લીલી અને લાલ ચટણી સાથે ખાવાની મજા પડશે. બાજરીના પુડલા સવારે નાસ્તામાં અને સાંજે પણ ખાઇ શકાય છે.