જાણો ઇન્સ્ટન્ટ ઉપમા રેસિપી, ઘર પર આ રીતે તૈયાર કરો

સવારના નાસ્તામાં જો તમારે કઇક હળવુ અને હેલ્ધી ખાવાની ઇચ્છા છે તો તમે ઉપમા બનાવીને ખાઇ શકો છો. આમતો ઉપમા ફટાફટ બનવા વાળી જ રેસિપી છે.

New Update
upama

નાસ્તામાં ઉપમા હેલ્ધી અને એકદમ ટેસ્ટી વિકલ્પ છે.

તમે ઘર કે ઓફિસમાં ક્યાંય પણ ઉપમાને ઝટપટ બનાવીને ખાઇ શકો છો. અમે આજે તમને ઉપમા રેડી ટૂ ઇટ મિક્સ બનાવવાની રેસિપી જણાવવા જઇ રહ્યા છીએ. તમે તેને 6 મહિના સુધી સ્ટોર કરી રાખી શકો છો.

સવારના નાસ્તામાં જો તમારે કઇક હળવુ અને હેલ્ધી ખાવાની ઇચ્છા છે તો તમે ઉપમા બનાવીને ખાઇ શકો છો. આમતો ઉપમા ફટાફટ બનવા વાળી જ રેસિપી છે. પરંતુ તમે ક્યાંય ફરવા જઇ રહ્યા છો અથવા સવારમાં ઓફિસના ચક્કરમાં મોડુ થઇ રહ્યુ છે નાસ્તો બનાવવાનો સમય નથી. તો તમે ઇન્સ્ટન્ટ ઉપમા બનાવી શકો છો. આવો જાણીએ તેને બનાવવાની રીત

ઉપમાનું મિક્સચર તૈયાર કરવા માટે 2 કપ (લગભગ 400 ગ્રામ) રવો લો. હવે રવાને સતત હલાવતા હલ્કા સુવર્ણ રંગનો થાય ત્યાં સુધી શેકો. ઉપમામાં માટે રવો વધારે શેકવાનો નથી. લગભગ 12 મિનિટમાં રવો શેકાઈ જશે. પછી એને પ્લેટમાં કાઢી લો.

હવે કડાઈમાં 3 ચમચી દેશી ઘી નાખો અને ગરમ થવા દો. ઘીમાં 1 ચમચી રાઈનાં દાણા નાખો. પછી તેમાં 2 ચમચી ચણાની દાળ અને 2 ચમચી અડદ દાળ નાખીને હલ્કી બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં 2-3 લીલા મરચાં અને લીમડો નાખીને થોડીવાર શેકી લો.

એજ ઘી માં થોડા કાજુ અને શેકેલા મગફળીના દાણા નાખો અને હળવો શેકી લો. હવે તેમાં 1 ચપટી હળદર પાવડર નાખો અને તરતજ શેકાયેલો રવો ઉમેરો. તેમાં 2 નાની ચમચી મીઠું નાખો. આખા મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને 2-3 મિનિટ સુધી હલાવતા હલાવતા શેકો જેથી બધું બરાબર મિક્સ થાય.

આ ઉપમાનુ મિક્સક ઠંડું પડે પછી તેને કાચના ઢાંકણવાળા જારમાં ભરી લો. તમે આ મિક્સને ફ્રીઝમાં 6 મહિના સુધી સાચવી શકો છો. બહાર રાખશો તો પણ 1-2 મહિના સુધી ખરાબ નહીં થાય. જ્યારે પણ તમારું મન ઉપમા ખાવાનું થાય ત્યારે તમે આ મિક્સમાંથી તરત બનાવી શકો છો.

ઉપમા બનાવવા માટે એક કાચ કે કોઇ ઢાંકણા વાળો ડબ્બો લો. તેમાં અડધો કપ ઉપમા મિક્સ ઉમેરો અને એમાં અડધો કપ ખૂબ જ ગરમ પાણી નાખો. ઇચ્છો તો એક ચમચી ઘી પણ ઉમેરો. બધું મિક્સ કરીને ડબ્બાને ટાઇટ બંધ કરી દો અને 10 મિનિટ માટે મૂકી દો.

10 મિનિટ પછી ડબ્બો ખોલશો તો સ્વાદિષ્ટ ઉપમા તૈયાર છે. તમે તેને ઓફિસમાં બનાવીને ખાઈ શકો છો, અથવા યાત્રા પર પણ લઇ જઇ શકો છો. જ્યારે પણ ખાવાનું મન થાય તમે ત્યારે બનાવી શકો છો. 

Latest Stories