/connect-gujarat/media/media_files/2025/10/02/kaju-katli-2025-10-02-12-21-58.jpg)
કાજુ કતરી (Kaju Katli) કોને ન ભાવે, દિવાળી મોટાભાગે કાજુ કતરી વધારે ખવાય છે, આ મીઠાઈ ફેમસ અને લોકોને ભાવતી મીઠાઈ છે.
આ વર્ષે વહેલી આવી ગઈ છે, આ વખતે દિવાળી તહેવાર 20 ઓક્ટોબરએ છે. દિવાળી તહેવાર માત્ર રોશની અને દીવાઓનો તહેવાર નથી, પરંતુ આ ખાસ અવસર પર ખાસ મીઠાઈઓ જેમ કે, કાજુ કતરી એક પરંપરાગત અને ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે, તેની વિશેષતા એ છે કે તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને છે, અહીં જાણો કાજુ કતરી (Kaju Katli) બનાવવાની સરળ રેસીપી
કાજુ કતરી (Kaju Katli) કોને ન ભાવે, દિવાળી મોટાભાગે કાજુ કતરી વધારે ખવાય છે, આ મીઠાઈ ફેમસ અને લોકોને ભાવતી મીઠાઈ છે, પરંતુ ઘણા ડાયાબિટીસ ધરાવતા લોકો ભાવતી હોવા છતાં આ મીઠાઈ ખાઈ સકતા નથી, પરંતુ સુગર ફ્રી કાજુ કતરીની રેસીપી શેર કરી છે જે ડાયાબિટીસમાં ઈચ્છા પ્રમાણે ખાવામાં આવે તોય સુગર લેવલ વધશે નહિ.
- સૌ પ્રથમ કાજુને સારી રીતે ધોઈને સૂકવી લો.હવે તેને મિક્સરમાં નાખીને થોડું બરછટ પીસી લો, ધ્યાન રાખો કે પેસ્ટ બહુ ઝીણી ન હોય.
- એક કડાઈમાં પાણી અને ગોળ નાખી મધ્યમ તાપ પર ગરમ કરો. જ્યારે ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય, ત્યારે તેને સ્ટ્રીંગ સિરપની જેમ રાંધો, તેને તપાસવા માટે પાણીમાં ચાસણીનું એક ટીપું નાખો, જો ડ્રોપ બને તો ચાસણી તૈયાર છે.
- હવે તેમાં કાજુની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.તેને થોડી મિનિટો સુધી રાંધો જ્યાં સુધી કાજુની પેસ્ટ એકદમ સારી રીતે મિક્ષ ન થાય. હવે એમાં ઈલાયચી પાવડર ઉમેરો અને સારી રીતે ભળી દો, આ મીઠાઈને અદભુત સ્મેલ આપશે.
- હવે આ મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકો અને તેને તમારા હાથથી સારી રીતે રોલ કરો, જો તમે ઇચ્છો તો તમે રોલિંગ પિનની મદદ પણ લઈ શકો છો.જ્યારે તે થોડું ઠંડુ થાય, ત્યારે તેને મનપસંદ આકારમાં કાપી લો.કાજુ કતરીને તેના પર સિલ્વર વર્ક લગાવીને સજાવો, તેનાથી તેનો લુક વધુ ખાસ બનશે, હવે તમારી કાજુ કતરી તૈયાર છે હવે તેને સર્વ કરો.