બાળકો માટે ઘરે ઓછી મહેનતમાં બનાવો સ્વાદિષ્ટ કોર્ન અપ્પેની વાનગી

વર્કિંગ વુમન માટે રાત્રિના ડિનરમાં શું બનાવું તેને લઈને હંમેશા મૂંઝવણ રહે છે. એવી કઈ વાનગી બનાવી જે પરિવારના લોકોને પસંદ પણ આવે અને રાત્રિનો ભોજનનો વિકલ્પ પણ બને.

New Update
01

વર્કિંગ વુમન માટે રાત્રિના ડિનરમાં શું બનાવું તેને લઈને હંમેશા મૂંઝવણ રહે છે. એવી કઈ વાનગી બનાવી જે પરિવારના લોકોને પસંદ પણ આવે અને રાત્રિનો ભોજનનો વિકલ્પ પણ બને.

દિવસભર કામ કર્યા બાદ વર્કિંગ વુમન સાંજે ઓછી મહેનતમાં જલદી બની જાય તેવી વાનગી બનાવવાનું જ પસંદ કરશે. આજની રેસીપીમાં આજે વર્કિંગ વુમન મહિલાઓની મૂંઝવણ દૂર કરીશું.

આ વાનગી નાસ્તા અને ભોજનનો બંને વિકલ્પ બનશે. તેમજ ઘરના વડીલો કે જેઓ તળેલા ખોરાક ખાવાનું પસંદ કરતા નથી તેમને પણ પસંદ આવશે. ખૂબ જ ઓછા તેલ અને મસાલા વગર બનતા આ કોર્ન અપ્પેની વાનગીને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. આવી જાણીએ કોર્ન અપ્પે બનાવવાની સરળ રીત.