ઘરે જ બનાવો બાળકો માટે ટેસ્ટી ચોકલેટ પેનકેક, જાણો સરળ રેસીપી...

ઘરે જ એવી ભાવતી વસ્તુ બનાવવામાં આવે તો બાળકોને મજ જ પડી જાય.

New Update
ઘરે જ બનાવો બાળકો માટે ટેસ્ટી ચોકલેટ પેનકેક, જાણો સરળ રેસીપી...

આમ તો ખાસ કરીને વેકેશન દરમિયાન બાળકોને કઇંક અલગ અલગ વાનગી ખાવાનું મન થતું હોય છે, ત્યારે ઘરે જ એવી ભાવતી વસ્તુ બનાવવામાં આવે તો બાળકોને મજ જ પડી જાય ત્યારે બાળકોને પેનકેક ખૂબ ગમે છે , પરંતુ જો તમે પણ પરફેક્ટ પેનકેક બનાવતા ડરતા હોવ તો આ રેસીપી તમારા માટે છે. અહીં અમે તમને ચોકલેટ પેનકેક બનાવવાની સૌથી સરળ અને ખાસ રેસિપી જણાવી રહ્યા છીએ, જે દરેકના ચહેરા પર સ્મિત લાવશે.

સામગ્રી :-

મેંદાનો લોટ - 1 કપ, ખાંડ - 100 ગ્રામ, ખાવાનો સોડા - 1/2 ચમચી, વેનીલા એસેન્સ- 1 ચમચી

કોકો પાવડર - 1/2 કપ, વ્હીપ્ડ ક્રીમ- 2 સ્કૂપ્સ, બેકિંગ પાવડર - 1 ચમચી, ઘી - 50 મિલી, કારમેલ સોસ – જરૂર મુજબ

બનાવવાની રીત :-

ચોકલેટ પેનકેક બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ અને ખાંડ ઉમેરો. હવે તેમાં વેનીલા એસેન્સ, કોકો પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ઉમેરો. આ પછી, આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને એક મિશ્રણ તૈયાર કરો. હવે તેને લગભગ 5 મિનિટ માટે સેટ થવા માટે છોડી દો. આ પછી, એક તવા પર થોડું તેલ લગાવો અને તેને ગરમ કરો. હવે ચમચીની મદદથી તૈયાર કરેલું બેટર ઉમેરો અને તેને થોડું ફેલાવો. ત્યાર બાદ તેને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સારી રીતે પકાવો. તો તમારી સ્વાદિષ્ટ ચોકલેટ પેનકેક તૈયાર છે. તેને વ્હીપ્ડ ક્રીમ, કેરેમેલ સોસ અને ચોકલેટ ડ્રેસિંગથી ગાર્નિશ કરીને સર્વ કરો.