Connect Gujarat
વાનગીઓ 

બાળકોના ટિફિન માટે બનાવો ક્રિસ્પી બટેટા પુડલા, આ સરળ રીતથી કરો તૈયાર

દરરોજ સવારની વ્યસ્તતા વચ્ચે બાળકોને ટિફિનમાં શું બનાવી દેવું અથવા નાસ્તો શું બનાવો એ એક પ્રશ્ન થાય છે.

બાળકોના ટિફિન માટે બનાવો ક્રિસ્પી બટેટા પુડલા, આ સરળ રીતથી કરો તૈયાર
X

દરરોજ સવારની વ્યસ્તતા વચ્ચે બાળકોને ટિફિનમાં શું બનાવી દેવું અથવા નાસ્તો શું બનાવો એ એક પ્રશ્ન થાય છે, તેમાય સવારનો નાસ્તો હેલ્ધી અને ટેસ્ટી પણ બનાવવામાં આવે છે, આવી સ્થિતિમાં, તે બટાટા છે જે દરેકને ભાવતા હોય છે. આજે અમે તમારા માટે આલૂ પુડલાની એક એવી રેસિપી લઈને આવ્યા છીએ, જે ખાવાવાળાને પણ મજા આવશે.અને બાળકો ટિફિનમાં પણ સારી રીતે ખાઈ શકશે, તો ચાલો જાણીએ તેમને બનાવવાની સરળ રીત.

સામગ્રી :-

1 બટેટા, 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી સોજી, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર લોટ , 1 ચમચી બારીક સમારેલી ડુંગળી, 1 લીલું મરચું બારીક સમારેલ, 1/4 ચમચી જીરું પાવડર, 1/4 ચમચી ધાણા પાવડર

થોડું લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું, તેલ

બનાવવાની રીત :-

બટાકાના પુડલા બનાવવા માટે સૌપ્રથમ બટાકાને છોલીને છીણી લો. આ પછી છીણેલા બટાકાને થોડી વાર પાણીમાં પલાળી રાખો. હવે બટાકાને નીચોવીને એક બાઉલમાં નાખો. ત્યાર બાદ તેમાં ચણાનો લોટ, સોજી, કોર્નફ્લોર પાવડર, ડુંગળી, લીલા મરચા અને બધા મસાલા ઉમેરો. ત્યાર બાદ આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને પુડલાની પેસ્ટ તૈયાર કરો.

આ પછી, એક પેનને થોડું તેલ વડે સારી રીતે ગ્રીસ કરો. હવે તેના પર તૈયાર કરેલું બટેટાનું ખીરું રેડો અને તેને ગોળ ગોળ ફેલાવી દો. હવે તેને ઢાંકીને ધીમી આંચ પર લગભગ 2 મિનિટ સુધી પકાવો. પછી તેના પર તેલ લગાવીને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો. તો તૈયાર છે, સ્વાદિષ્ટ અને ક્રન્ચી બટેટા પુડલા , તેને કેચપ અથવા લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો. અને ટિફિનમાં પણ ભરી આપો.

Next Story