ફેસ્ટિવલની બમણી મજા માણવા માટે બનાવો કિમામી સેવઇ, જાણો ઘરે બનાવવાની રેસેપી

હવે થોડા સમયમાં જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ સહિતના તહેવારની સિઝન શરૂ થઇ જશે. ફેસ્ટિવલની મજા સ્વીટ વિના અધુરી રહે છે.

New Update
ફેસ્ટિવલની બમણી મજા માણવા માટે બનાવો કિમામી સેવઇ, જાણો ઘરે બનાવવાની રેસેપી

હવે થોડા સમયમાં જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ સહિતના તહેવારની સિઝન શરૂ થઇ જશે. ફેસ્ટિવલની મજા સ્વીટ વિના અધુરી રહે છે. તો ફેસ્ટિવલની બમણી મજા કરતા સ્વીટ ડિસમાંથી એક છે કિમામી સેવઇ, કિમામી સેવઇ બનાવવાની રીત એકદમ સરળ છે. આપ ઘર પર પણ માત્ર થોડી જ સામગ્રીમાં તે બનાવી શકો છો. તો ચાલો જાણીએ તને બનાવવાની રીત...

કિમામી સેવઇ બનાવવાની સામગ્રી

· વર્મીસેલી 200 ગ્રામ

· ખાંડ એક કપ

· બે થી ત્રણ કપ દૂધ

· ખોયા 200 ગ્રામ

· કાજુ 10 નંગ

· બદામ 10 નંગ

· કિસમિસના 10 ટુકડાઓ

· નારિયેળના ટુકડા જરૂર મુજબ

· મખાને સમારેલી

· એલચી પાવડર અડધી ચમચી

· ઘી 5 ચમચી

કિમી સેવાઈ બનાવવાની રીત

કિમામી સેવઈ બનાવવા માટે સૌપ્રથમ ગેસ પર તવા મૂકો. તવો ગરમ થાય એટલે તેમાં ઘી નાખો.ઘી ગરમ થાય પછી તેમાં વર્મીસેલી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને હલાવો. ત્યાર બાદ વર્મીસેલી કાઢીને પ્લેટમાં રાખો. હવે પેનમાં ફરીથી બે થી ત્રણ ચમચી ઘી ઉમેરો.ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ નાખીને સારી રીતે તળી લો. હવે બીજી કડાઈમાં દૂધ, ખોવા અને એલચી પાવડર ઉકાળો. જ્યારે તે બરાબર ઉકળીને ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો. હવે તેમાં શેકેલી વર્મીસેલી અને બદામ નાખો. ત્યાર બાદ તેને ચમચા વડે સતત હલાવતા રહો. જેથી કરીને તે નીચે તળિયે ના બેસી જાય. હવે તમે તેને તમારી જરૂરિયાત મુજબ પાતળી અથવા જાડી રાખી શકો છો. તમારી કિમામી સેવઈ તૈયાર છે. તમે તેને નારિયેળ પાવડર અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરી કરો.

Latest Stories