/connect-gujarat/media/post_banners/c630f0457e478805d0ae39876ff865809663872582aa8c42e9d07e866d412cf3.webp)
આજે છે શરદ પુર્ણિમા, અને શરદ પુનમ હોય અને દૂધ પૌઆ ના બને તેવું તો કેમ ચાલે, આજના દિવસે ખાસ દૂધ પૌઆ બનાવવામાં આવે છે. ચંદ્રની શીતળ ચાંદનીમાં દૂધ પૌઆ ખાવામાં આવે છે. પરંતુ જો દૂધ પૌઆ બનાવવાની વાત આવે તો અનેક લોકોથી પૌઆ સારા બનતા નથી એકદમ લોચા જેવા બને છે. તો આજે અમે તમને પ્રોપર દુશ પૌઆ કેમ બનાવવામાં આવે છે. તેના વિષે માહિતગાર કરીશું, તો ચાલો જાણીએ દૂધ પૌઆ બનાવવાની સરળ રીત...
દૂધ પૌઆ બનાવવા માટેની સામગ્રી
· 3 કપ પૌઆ
· 1 લિટર દૂધ
· 1 ટી સ્પૂન એલચી પાવડર
· ખાંડ સ્વાદ અનુસાર
· કેસર સજાવવા માટે
દૂધ પૌઆ બનાવવાની રેસેપી
· દુધ પૌઆ બનાવવા માટે સૌ પ્રથમ પૌઆને એક ચારણીમાં નાખીને સરખી રીતે ધોઈ નાખો.
· હવે એક તપેલીમાં દુધ ગરમ કરવા મૂકો, તેમાં 2 થી 3 ઉફાણા આવવા દો. આ સમયે જ તેમાં ખાંડ અને એલચી પાવડર નાખો. આ પછી તેમાં પૌઆ મિક્સ કરો. હવે ગેસ બંધ કરી દો.
· આમ કર્યા બાદ તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.
· પૌઆ મસ્ત રીતે ફૂલી જશે અને તમે તે તપેલી પર કોટનનું કપડું બાંધી દો.
· સાંજના સમયે તેને ચંદ્રદર્શન માટે અગાસી પર કે બાલ્કનીમાં રાખો લો.
· આ પછી તેનું સેવન કરો. આ ટ્રેડિશનલ પૌઆ તમને ખૂબ જ આનંદ આપશે. શરદ પૂનમે તેને ખાવાનું ખાસ મહત્વ રહેલું છે.
પરંતુ આ વર્ષે ચંદ્રને નહીં અર્પણ કરી શકાય દુધ પૌઆ...
· આજે એટલે કે શરદ પૂર્ણિમાના દિવસે લોકો ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજી, ચંદ્ર અને સત્યનારાયણની પૂજા કરે છે. તેનાથી સુખ, સમૃધ્ધિ, ઐશ્વર્ય, લાભ, વૈભવ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ દિવસે દુધ પૌઆ તૈયાર કરવામાં આવે છે અને તેને ખુલ્લા આકાશમાં મૂકવામાં આવે છે. જેથી અમ્રુત ગુનો સાથે ચંદ્રના કિરણો તેમના પર પડે. પરંતુ આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આપણે દુધ પૌઆ ચંદ્રને ચઢાવી શકીશું નહીં. અર્ધ અર્પણ કર્યા વગર તેને ખાઈ શકાય છે.