Connect Gujarat
વાનગીઓ 

સાંજના નાસ્તા તરીકે બનાવો ટેસ્ટી મશરૂમ કોર્ન મસાલા, બધાને ખૂબ ભાવશે...

મશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

સાંજના નાસ્તા તરીકે બનાવો ટેસ્ટી મશરૂમ કોર્ન મસાલા, બધાને ખૂબ ભાવશે...
X

મશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે. ખાસ કરીને મશરૂમનો ઉપયોગ ઘણી બધી વાનગીઓમાં કરવામાં આવતો હોય છે, જેમ કે સૂપ, સલાડ, શાક વગેરેમાં તેથી, આજે અમે તમને મશરૂમ કોર્ન મસાલા બનાવવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જે બનાવવી ખૂબ જ સરળ છે અને તે સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી લાગે છે, તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી. જાણો તેને બનાવવાની ખૂમશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આનેબ જ સરળ રેસિપી.

સામગ્રી :-

24 નાના મશરૂમ, 4 ચપટી મીઠું, 6 ડુંગળી, 8 ટામેટાં, 2 ચમચી લસણની પેસ્ટ, 4 ચમચી ધાણા પાવડર, 4 ચમચી તેલ, 6 ચમચી ફ્રેશ ક્રીમ, 1 કપ ફ્રોઝન સ્વીટ કોર્ન, 2 મુઠ્ઠી ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી આદુની પેસ્ટ, 4 ચમચી લાલ મરચું પાવડર

બનાવવાની રીત :-

સૌ પ્રથમ મશરૂમને સાફ કરો અને તેને અડધા ભાગમાં કાપી લો. ત્યાર બાદ મધ્યમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરો. સમારેલ ડુંગળી અને ટામેટાને 5 મિનિટ માટે ફ્રાય કરો. ત્યાર બાદ આદુ-લસણની પેસ્ટ, મીઠું, લાલ મરચું પાવડર અને ધાણા પાવડર ઉમેરો. સારી રીતે ભેળવી દો. સ્વીટ કોર્ન કર્નલો અને મશરૂમ ઉમેરો. કાજુની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. થોડી મિનિટો, લગભગ 8 થી 10 મિનિટ અથવા મશરૂમ નરમ થાય ત્યાં સુધી પાકવા દો. અને હવે ત્યાર બાદ ક્રીમ અને કોથમીરથી ગાર્નિશ કરો.

Next Story