Connect Gujarat
વાનગીઓ 

નાસ્તામાં બનાવો મગફળીના પકોડા અને ચા સાથે તેનો સ્વાદ માણો

લોકો ચા સાથે હળવો નાસ્તો ખાવાનું પસંદ કરતાં હોય છે એમાય વરસાદની શરૂઆત ઠે ત્યારે અવશ્ય અવનવા ભજીયા અને પકોડા બનાવી અને ચા સાથે ખાતા હોય છે

નાસ્તામાં બનાવો મગફળીના પકોડા અને ચા સાથે તેનો સ્વાદ માણો
X

લોકો ચા સાથે હળવો નાસ્તો ખાવાનું પસંદ કરતાં હોય છે એમાય વરસાદની શરૂઆત ઠે ત્યારે અવશ્ય અવનવા ભજીયા અને પકોડા બનાવી અને ચા સાથે ખાતા હોય છે ત્યારે પકોડા પણ અલગ અલગ જાતના બનાવવામાં આવે છે તો આજે જાણીએ આ મગફળીનાં પકોડા...

મગફળી પકોડા સામગ્રી :-

1 કપ સીંગદાણાના દાણા, 1 વાટકી ચણાનો લોટ, 1 વાડકી પોહા 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી મરચું પાવડર, બારીક સમારેલા 2 લીલા મરચાં, 1 ચમચી હળદર પાવડર, મીઠું સ્વાદાનુસાર, તળવા માટે સરસવનું તેલ

મગફળી પકોડા બનાવવાની રીત :-

સૌ પ્રથમ પોહાને થોડીવાર પલાળી દો. હવે એક બાઉલમાં ચણાના લોટનું ઘટ્ટ બેટર તૈયાર કરો. દ્રાવણમાં મસાલા નાંખો અને તેમાં મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે પોહાનું પાણી નીચોવી, ચણાના લોટમાં નાખો. મિશ્રણમાં મગફળી પણ ઉમેરો. એક કડાઈમાં તેલ ગરમ કરો, હવે આ મિશ્રણમાંથી પકોડા તૈયાર કરો. સાંજના નાસ્તામાં ચા સાથે પકોડાનો આનંદ લો.

Next Story