ટેસ્ટી અને હેલ્ધી આલુ પરાઠા બનાવો ઘરે

આલુ પરાઠા એ એક હેલ્ધી નાસ્તો છે. સવારે કે સાંજે ચા સાથે આલુ પરાઠા ખાવાની મઝા જ અલગ હોય છે. આલુ પરાઠા તમે દહીં સાથે પણ ખાય શકો છો. અને હાલ તો ચોમાસાની સિઝનમાં ગરમાગરમ આલુ પરાઠા ખાવા મળે તો મઝા જ પડે

New Update
ટેસ્ટી અને હેલ્ધી આલુ પરાઠા બનાવો ઘરે

આલુ પરાઠા એ એક હેલ્ધી નાસ્તો છે. સવારે કે સાંજે ચા સાથે આલુ પરાઠા ખાવાની મઝા જ અલગ હોય છે. આલુ પરાઠા તમે દહીં સાથે પણ ખાય શકો છો. અને હાલ તો ચોમાસાની સિઝનમાં ગરમાગરમ આલુ પરાઠા ખાવા મળે તો મઝા જ પડે . તો ચાલો જાણી લઈએ આલુ પરાઠા બનાવવાની રીત :

આલુ પરોઠા બનાવવા માટે જોઈશે : ઘઉંનો લોટ, મીઠું, પાણી, બટાકા, લીંબુનો રસ, માખણ, લાલ મરચું, જીરું, ધાણાજીરું, આદુ-મરચાની પેસ્ટ, કોથમીર, ગરમ મસાલો , ખાંડ, લીંબુનો રસ , ઘી .

પરાઠા બનાવવાની રીત : સૌથી પહેલા ઘઉંનો લોટ મીઠું , તેલ નાખીને બાંધી લો. હવે એ બાઉલમાં બાફેલાં બટાકા લોમ તેને મસળી લો . પછી તેમાં લીલું મરચું, લાલ મરચું, ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ અને કોથમીર અને મીઠું ઉમેરો.

મિશ્રણને બરાબર મિક્સ કરીને તેના લૂઆ બનાવી લો.હવે ઘઉંનો લોટમાંથી લૂઓ લઈને સૂકા લોટ છાંટીને ગોળ કે ત્રિકોણમાં આકારમાં વણી તેના પર મસાલાનો લૂઓ મૂકીને ચારેબાજુથી વાળીને ફરીથી વણી લો.

હવે એક તવાને ગરમ કરીને તેલ લગાવીને પરોઠાને તવા ઉપર મૂકીને બંન્ને બજુ શેકી લો. એક પ્લેટમાં કાઢો અને તેની ઉપર માખણ લગાવીને ચા અથવા દહી સાથે સર્વ કરો. તો તૈયાર છે ઝડપથી બની જતાં આલુ પરાઠા.

 

Latest Stories