Connect Gujarat
વાનગીઓ 

સ્વાદ અને આરોગ્યથી ભરપૂર બાજરીમાંથી ઘરે જ બનાવો ટેસ્ટી ઢોસા

આ શિયાળાની ઋતુમાં લોકો શરીરને સ્વસ્થ રાખવા માટે અવનવી હેલ્ધી વાનગી અને તલની વાનગીઓ,અડદિયા જેવી વાનગીઓ શિયાળા દરમિયાન ખાવામાં આવે છે,

સ્વાદ અને આરોગ્યથી ભરપૂર બાજરીમાંથી ઘરે જ બનાવો ટેસ્ટી ઢોસા
X

આ શિયાળાની ઋતુમાં લોકો શરીરને સ્વસ્થ રાખવા માટે અવનવી હેલ્ધી વાનગી અને તલની વાનગીઓ,અડદિયા જેવી વાનગીઓ શિયાળા દરમિયાન ખાવામાં આવે છે, અને તેમાય પણ ઢોસા જે બધા લોકો રેસ્ટોરન્ટ માં અને લારી પર પણ ખાતા હોય છે, ત્યારે તમે આ ઢોસા એટલે કે બાજરીના ઢોસા જે આરોગ્યથી ભરપૂર અને ઘરે જ બનાવી શકાય અને શરીરને ગરમ અને રોગોથી દૂર રાખશે,તો આવો જાણીએ બાજરીના ઢોસા વિષે...

બાજરીનાં ઢોસા બનાવવાની સામગ્રી :-

1 ચમચી બાજરી, 1 રાગી, સોજી અથવા ઘઉંનો લોટ, 1/4 કપ ધોયેલી અડદની દાળ, ચપટી મેથીના દાણા, સ્વાદ મુજબ મીઠું, શેકવા માટે તેલ

બાજરીનાં ઢોસા બનાવવાની રીત :-

અડદની દાળને સારી રીતે ધોઈને પલાળી લો. 2 કલાક પછી પાણી નીતારી લીધા બાદ દાળને મેથી સાથે બારીક પીસી લો. પીસી દાળમાં તમામ પ્રકારનો લોટ અને મીઠું મિક્સ કરી 8-10 કલાક ઢાંકીને રાખો. આથો આવ્યા પછી, બેટર ઢોસા બનાવવા માટે તૈયાર છે. હવે ગ્રીસ કરેલા નોન-સ્ટીક તવા પર એક ટેબલસ્પૂન બેટર પાતળું ફેલાવો અને ચારે બાજુથી થોડું તેલ ઉમેરીને શેકી લો. જ્યારે ઢોસા એક બાજુથી સારી રીતે સેકાઈ જાય ત્યારે તેને પલટીને બીજી બાજુથી શેકી લો. ક્રિસ્પી ગરમ ઢોસાને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.

Next Story