/connect-gujarat/media/media_files/2025/08/18/corn-sabji-2025-08-18-14-45-05.jpg)
મસાલા મકાઇ સબ્જી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. જો ઘરમાં શાકભાજી ન હોય કે કંઇક યુનિક સબ્જી ખાવાની ઇચ્છા હોય ત્યારે ટેસ્ટી મકાઇ સબ્જી ટ્રાય કરી શકાય છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં મસાલા મકાઇ સબ્જી બનાવવાની રીત જણાવી છે.
શાક એટલે કે સબ્જી ભારતીય ભોજનની થાળીની મુખ્ય વાનગી છે. મોટાભાગના ભારતીયો દરરોજ શાક રોટલી થાય છે. આજે સબ્જીમાં શું બનાવીશું? આ પ્રશ્ન મોટાભાગની સ્ત્રીઓને દરરોજ પરેશાન કરે છે. ઉનાળા અને ચોમાસામાં શાકભાજી ઓછા આવતા હોય છે, આવી સ્થિતિમાં ઘરના દરેક વ્યક્તિને ભાવે તેવી સબ્જી બનાવવી મુશ્કેલી હોય છે.
જો તમે પણ સમસ્યાથી પરેશાન છો તો અહીં એક યુનિક સબ્જી બનાવવાની રેસીપી આપી છે. ખાસ વાત એ છે કે, આ સબ્જી બનાવવામાં શાકભાજી નહીં પણ મકાઇના દાણાનો ઉપયોગ થાય છે. તો ચાલો જાણીયે મકાઇની ટેસ્ટી સબ્જી બનાવવાની રેસીપી.
સામગ્રી
બાફેલી મકાઇના દાણા – 2 કપતેલ – 2 ચમચીલસણ – 5 નંગઆદુ લીલા મરચાની પેસ્ટ – 2 ચમચીડુંગળી – 1 નંગટામેટા – 1 નંગમીઠું – સ્વાદ અનુસારલાલ મરચું – 1 ચમચીહળદર પાઉડર – 1 ચમચીધાણા જીરું પાઉડર – 2 ચમચીગરમ મસાલો – 1/2 ચમચીકાજુ પેસ્ટ – 1 વાટકીપાણી – 1 કપઘી – 1 ચમચીચીઝ
સૌથી પહેલા એક કઢાઈમાં 2 – 3 ચમચી તેલ ગરમ કરો, તેમા જીરું અને લસણનો તડકો લગાવો. ત્યાર પછી આદુ મરચાની પેસ્ટ, ઝીણી સમારેલા ડુંગળી અને ટામેટા મીઠું નાંખી સાંતળી લો.
હવે તેમા 1-1 ચમચી લાલ મરચું પાઉડર, 2 ચમચી ધાણા જીરું પાઉડર, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી મસાલાને પકવવા દો. મસાલા માંથી તેલ છુંટુ પડવા લાગે ત્યારે તેમા 1 વાટકી કાજુની પેસ્ટ અને 1 કપ પાણી ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો, પછી કઢાઇને ઢાંકી 2- 3 મિનિટ મસાલાને પકવવા દો.
આ દરમિયાન ગેસ ચાલુ એક બીજી કઢાઈમાં 1 ચમચી ઘી ગરમ કરો, તેમા બાફેલી મકાઈના દાણાને મીઠું નાંખી 2 – 3 મિનિટ સુધી સાંતળી લો.
મકાઇના દાણા મસાલા વાળી કઢાઇમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી મકાઇની સબ્જીને 3 થી 4 મિનિટ સુધી પકવવા દો. જો મસાલો બધુ ઘટ્ટ હોય તો થોડુંક પાણી ઉમેરવું. છેલ્લે ગરમાગરમ સબ્જીમાં ખમણેલું ચીઝ, લીંબનો રસ અને કોથમીર ઉમેરી સર્વ કરો. આ મકાઇ સબ્જી રોટલી, પરાઠા કે બ્રેડ સાથે ખાઇ શકાય છે.
Banefits Of Corn | Healthy Corn | Recipe | healthy and tasty