બટેટા નહીં પરંતુ તેની છાલમાંથી બનાવો આ સ્વાદિષ્ટ નાસ્તો…

જે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને પસંદ આવશે.

New Update
બટેટા નહીં પરંતુ તેની છાલમાંથી બનાવો આ સ્વાદિષ્ટ નાસ્તો…

આ ઉનાળાની સિઝનમાં સાંજે થોડી ઓછી ભૂખ લાગે છે, પરંતુ એવું શું ખાવું કે જેનાથી વજન ન વધે અને હેલ્ધી પણ હોય? તો તમે બટેટાની વાનગીતો ખાધી હશે, પરંતુ અહીં અમે તમારા માટે બટેટાથી નહીં પરંતુ તેની છાલની મદદથી બનતા નાસ્તાની અદભૂત રેસિપી લઈને આવ્યા છીએ, જે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને પસંદ આવશે. તો ચાલો જાણીએ આ સરળ રેસીપી વિષે....

સામગ્રી :-

બટાકાની છાલ - 2 કપ, કાળા મરી - 1 ચમચી, લાલ મરચું પાવડર - 1 ચપટી, ઓરેગાનો - 1 ચમચી , તેલ 1 ચમચી, મીઠું - સ્વાદ મુજબ

બનાવવાની રીત :-

બટાકાની ક્રિસ્પી બનાવવા માટે સૌપ્રથમ તેની છાલ લો અને તેને સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ તેને સૂકવીને તેના પર હળવું તેલ છાંટવું. આ પછી તેમાં કાળા મરી, મીઠું, લાલ મરચું પાવડર અને ઓરેગાનો ઉમેરો. હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને પછી ઓવનમાં 5-10 મિનિટ માટે બેક કરો. તો તૈયાર છે તમારા મસાલેદાર બટાકાની છાલની કરકરી.

જો તમે ઈચ્છો તો તેને એક પેનમાં ડીપ ફ્રાય પણ કરી શકો છો.

Latest Stories