Connect Gujarat
Diwali Food & Receipe

દિવાળીમાં ઘરે જ બનાવો આ ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ

તહેવારમાં મહેમાનોને ખાસ પ્રકારની વાનગી અને મીઠાઈઓણો નાસ્તો આપવામાં આવતો હોય છે, તો ચાલો જાણીએ આ ખાસ પ્રકારની ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ બનાવવાની રીત.

દિવાળીમાં ઘરે જ બનાવો આ ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ
X

દિવાળીના તહેવાર બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે લોકો દિવાળીના તહેવાર પહેલા ઘરની સાફ સફાઇ, ઘરની સજાવટ, નવા કપડાં,વગેરેની ખરીદી અને સાથે સાથે ગુજરતીઓનું નવું વર્ષ એટલે બેસતાવર્ષને દિવસે એકબીજાનાં ઘરે જઈ અને શુભકામનો આપતા હોય છે.

ત્યારે ખાસ કરીને આ તહેવારમાં મહેમાનોને ખાસ પ્રકારની વાનગી અને મીઠાઈઓણો નાસ્તો આપવામાં આવતો હોય છે, તો ચાલો જાણીએ આ ખાસ પ્રકારની ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ બનાવવાની રીત.

ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ સામગ્રી :-


સોજી 1 કપ , દૂધ 1+1/2 કપ , ખાંડ 1 કપ , મિલ્કપાઉડર 3 ચમચી , એલચી પાઉડર ¼ ચમચી , તેલ ફ્રાય કરવા માટે

ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ રીત :-

આ દિવાળી સ્પેશિયલ મીઠાઈને સોજીથી તૈયાર કરીશું એક ગરમ પેનમાં 1 કપ સોજી નાખીને 4 થી 5 મિનિટ સુધી તેને હલાવતા રહેવું જયા સુધી તે પાકી જાય ત્યાં સુધી થોડી બ્રાઉન થઈ જાય પછી તેમાં 1+1/2 કપ દૂધ ઉમેરી અને તેને હલાવવું સોજી અને દૂધ મિક્સ થઈ ગયા પછી તે પેનને 5 મિનિટ માટે ઢાંકી દેવું જેથી સોજી થોડી ફૂલી જાય, ત્યારબાદ 1 પ્લેટમાં એ મિશ્રણને કાઢી અને તેમાં તેલ ઉમેરીને મીક્ષ કરવું અને આ મિશ્રણમાં 3 ચમચી મિલ્કપાઉડર ઉમેરવું, મિલ્ક ઉમેરવાનું કારણ છે કે તે મિશ્રણ ટેસ્ટી અને સોફ્ટ બને છે અને હવે તેમા પીસેલી એલચી મિક્સ કરવી આ બધુ મિક્સ થઈ ગયા પછી તેને લોટની માફક મશળવો.

હવે તેને રોટલી બનાવીએ એમ તેને ગોળ વણવું અને ગોળ વણતા સમયે ધ્યાન રકવું કે એકદમ પાતળી પણ નહી વણવી અને હવે તેણે ગોળ કરવા માટે ઢાંકણનો ઉપયોગ કરવો ત્યારે તેની કિનારી પર તેલ લગાવવું ત્યારબાદ તેને ગોળ સેઇપમાં કટ કરવું, અને હવે ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ માટે ચાસણી તૈયાર કરવા માટે એક ગરમ પેનમાં ½ કપ ખાંડ ઉમેરી અને તેમા 1 કપ પાણી ઉમેરી ખાંડ ઓગળવા દેવી ત્યાં સુધી બીજા પેનમાં સોજીને ફ્રાય કરવા માટે ગરમ પેનમાં કૂકિંગ ઓઇલ નાખવું અને સોજી સ્નેક્સને ફ્રાય કરવું હાઇ ફલેમ પર તેને ગરમ કરવું જેથી ટુટીનાં જાય અને ને 3 થી 4 મિનિટ સુધી ફ્રાય કરતા સમયે બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી ગરમ કરવું ત્યાર બાદ તે સોજી સ્નેક્સને ગરમ તેલ માંથી કાઢી નાખવું અને જે ચાસણી તૈયાર કરી તે બરાબર ઓગળી જાય પછી ગેસ બંધ કરી તેમાં સોજી સ્નેક્સને ઉમેરી અને પેનને ઢાંકી દેવું અને 1 થી દોઢ મિનિટ સુધી ચાસણીમાં ઉમેરવી જેથી તેમાં ભળી જાય અને ત્યારબાદ તેને ચાસણીમાંથી કાઢી અને વક પ્લેટમાં રાખી અને નાળિયેરના છીણ સાથે ગાર્નિશ કરવું આ રીતે બનાવો ઘરે જ આ દિવાળી ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ.

Next Story