Connect Gujarat
વાનગીઓ 

આ સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્વીટ ઘરે જ બનાવો, દરેક ખાનાર લોકો તેની પ્રશંસા કરશે.

ખજૂર ખાવાથી જેટલુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેટલી જ તેની ખીર પણ સ્વાદિષ્ટ છે.

આ સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્વીટ ઘરે જ બનાવો, દરેક ખાનાર લોકો તેની પ્રશંસા કરશે.
X

ખાસ કરીને શિયાળાની ઠંડીની ઋતુ હેલ્ધી અને ટેસ્ટી વાનગી ખાતા હોઈએ છીએ, અને ખજૂર, સૂકા ફાળો એ પણ ઠંડીમાં ખાતા હોઈએ છીએ જેથી સ્વાસ્થય માટે સારું રહે પરંતુ એવી વાનગી કે જે આપણે મહેમાનોને હેલ્ધી અને ટેસ્ટી વાનગી પીરસી શકાય, ઘણીવાર આપણે સ્વીટમાં ખાલી ચોખાની ખીર બનાવતા હોઈએ, પરંતુ તમે સાદી ખીરમાં ટ્વિસ્ટ ઉમેરી શકો છો. તેમાં ખજૂર ઉમેરી શકો છો, ખજૂર ખાવાથી જેટલુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેટલી જ તેની ખીર પણ સ્વાદિષ્ટ છે. તેને બનાવવામાં વધુ સમય નથી લાગતો અને તે સ્વાદિષ્ટ પણ છે. જાણો ખજૂરની ખીર બનાવવાની સરળ રેસીપી.

સામગ્રી :-

2 કપ ખજૂર,1 લીટર દૂધ, 1/2 કપ ચોખા, 1/2 કપ બદામ, 1/2 કપ પિસ્તા, લીલી એલચી

ખજૂરની ખીર બનાવવાની રીત :-

સૌથી પહેલા ચોખાને ધોઈને 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. આ દરમિયાન, એક ચોપિંગ બોર્ડ લો અને ખજૂરના નાના ટુકડા કરો અને કેટલાક પિસ્તા પણ કાપી લો. બીજી તરફ એક કડાઈને મધ્યમ આંચ પર રાખો અને તેમાં ચોખા, ખજૂર અને દૂધ ઉમેરો. ચોખાને નરમ થાય ત્યાં સુધી પકાવો. કડાઈમાં બદામના ટુકડા અને સમારેલા પિસ્તા ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને 4-5 મિનિટ માટે પકાવો.

હવે ખીરમાં ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી 30 સેકન્ડ સુધી પકાવો. હવે ગેશ બંધ કરી અને ખીરને પિસ્તા અને બદામથી ગાર્નિશ કરો. આ સરળ રેસીપી ઘરે જ બનાવો.

Next Story