Connect Gujarat
વાનગીઓ 

દૂધમાં એક ચપટી આ વસ્તુ ભેળવીને પીવો, શરીર પર કરશે 'અમૃત' જેવું અસર….

જાયફળ વાળું દૂધ પીવાથી લિવર અને હાર્ટ ડિસીસનો ખતરો ઓછો થાય છે. તે દૂધ શરીરને મજબૂત બનાવી શકે છે.

દૂધમાં એક ચપટી આ વસ્તુ ભેળવીને પીવો, શરીર પર કરશે અમૃત જેવું અસર….
X

જો તમે તમારા જીવનમાં દરરોજ મસાલાનો યોગ્ય રીતે ઉપયોગ કરો, તો લાંબી ઉંમર સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકો છો. મસાલામાં પણ અનેક પ્રકારના ઔષધિય ગુણ હોય છે, જે શરીરને બીમારીઓથી બચાવે છે અને તમને ફિટ રાખે છે. ખાવા-પીવાથી લઇને પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવાતા જાયફળ (Nutmeg)ને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. જાયફળને જો દૂધ સાથે ભેળવીને પીવામાં આવે તો તે શરીર માટે ચમત્કારી સાબિત થઇ શકે છે. તેમાં ઘણા ઔષધિય ગુણ હોય છે, જે લોકોને ગંભીર બિમારીઓથી છૂટકારો અપાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે જાયફળને દૂધમાં ભેળવીને પીવાથી સ્વાસ્થ્યને કયા લાભ થાય છે.

જાયફળ ભેળવીને દૂધ પીવાના 5 મોટા ફાયદા:-

· જાયફળમાં ઘણા શક્તિશાળી એન્ટીઓક્સિડેંટ હોય છે, જે શરીરને લાંબા સમય સુધી યુવાન રાખે છે. જાયફળ વાળું દૂધ પીવાથી લિવર અને હાર્ટ ડિસીસનો ખતરો ઓછો થાય છે. તે દૂધ શરીરને મજબૂત બનાવી શકે છે. તેમાં એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ હોય છે.

· જાયફળ ભેળવીને દૂધ પીવાથી આર્થરાઇટિસની સમસ્યાથી પણ રાહત મળી શકે છે. જાયફળમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણ પણ હોય છે. જેનું સેવન કરવાથી સાંધા અને માંસપેશિયોનો દુખાવો ઘણી હદ સુધી ઓછો થઇ શકે છે. જાયફળ વાળુ દૂધ સાંધામાં આવતા સોજાને પણ ઓછો કરી શકે છે.

· દૂધમાં જાયફળ ભેળવીને પીવાથી પેટની સમસ્યાઓ દૂર થઇ શકે છે. દૂધમાં જાયફળ ઉકાળીને પીવાથી ગેસ અને ડાયજેશનની સમસ્યામાં ઘણી હદ સુધી રાહત મળી શકે છે. આ દૂધનું સેવન કરલાથી પાચન તંત્રમાં સુધાર લાવવામાં મદદ મળી શકે છે.

· જે લોકોને ઉંઘ ન આવવાની સમસ્યા હોય તેમના માટે જાયફળ વાળુ દૂધ પીવું ખૂબ જ લાભકારક છે. જાયફળ તમારી ઉંઘની ક્વોલિટી સુધારવામાં મદદ કરે છે. ઉંઘની સમસ્યાથી પરેશાન લોકો માટે આ દૂધ ચમત્કારી છે. આ વાત રિસર્ચમાં સામે આવી ચુકી છે.

· આજના જમાનામાં સ્ટ્રેસ સૌથી મોટી સમસ્યા છે. સ્ટ્રેસ અને એંઝાઇટી ઓછી કરવામાં જાયફળવાળુ દૂધ ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે. જાયફળમાં એન્ટી ડિપ્રેશન વાળા ગુણ પણ મળી આવે છે. જે ડિપ્રેશનનું જોખમ દૂર કરે છે. સાથે જ મૂડને સારો કરવામાં પણ મદદ કરે છે.

Next Story