Connect Gujarat
વાનગીઓ 

હવે બહારથી કપકેક લાવવાની જરૂર નહીં પડે, આ રેસેપીથી નોંધી લો, તમે ઘરે જ બનાવી શકશો ચોકલેટ કપકેક......

પાર્ટી હોય કે કોઈ સામાન્ય તહેવાર લોકો કેક ખાવાનું પસંદ કરે છે. આ સિવાય લોકોને કપકેક પણ ભાવતી હોય છે.

હવે બહારથી કપકેક લાવવાની જરૂર નહીં પડે, આ રેસેપીથી નોંધી લો, તમે ઘરે જ બનાવી શકશો ચોકલેટ કપકેક......
X

પાર્ટી હોય કે કોઈ સામાન્ય તહેવાર લોકો કેક ખાવાનું પસંદ કરે છે. આ સિવાય લોકોને કપકેક પણ ભાવતી હોય છે. બહારની કપકેક એટલી ક્રીમિ અને સ્વાદિષ્ટ હોય છે કે તેને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. પરંતુ તેને રોજ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ શું તમે જાણો છો કે આ પેનકેક તમે ઘરે પણ બનાવી શકો છો. તો ચાલો જણાવીએ તેને બનાવવાની રેસેપી.

ચોકલેટ પેનકેક બનાવવાની સામગ્રી

4 ચમચી લોટ

3 ચમચી દળેલી ખાંડ

1 ચમચી કોકો પાવડર

¼ ચમચી બેકિંગ પાવડર

2 ચમચી ખાવાનો સોડા

1 ચમચી માખણ અથવા તેલ

કન્ડેન્ટ મિલ્ક

ચોકલેટ પેનકેક બનાવવાની રીત

· ચોકલેટ પેનકેક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં લોટ, ખાંડ, કોકો પાવડર, તેલ, બેકિંગ સોડા એડ કરો.

· હવે તેમાં કન્ડેન્ટ મિલ્ક ઉમેરી બધી સામગ્રીનું એક બેટર તૈયાર કરો.

· હવે આ બેટરને એક કપકેકના મોલ્ડમાં નાખીને માઇક્રો વેવમાં નાખો.

· માઇક્રો વેવને સામાન્ય મોડ પર રાખી થોડી મિનિટ ચલાવો.

· હવે ટૂથપિક વડે તેને ચેક કરો. જો તે ચોંટી ના જાય તો કપકેક તૈયાર છે.

· હવે તમે કપકેક પર ચોકલેટ સિરપ અથવા મેલ્ટેડ ચોકલેટ લગાવી શકો છો.

· તમે ઈચ્છો તો ચોકલેટ ફોસ્ટિંગ પણ ઉમેરી શકો છો.

· બાળકોને આ કપ કેક ખૂબ જ ગમશે.

Next Story