Connect Gujarat
વાનગીઓ 

માત્ર વ્રત જ નહીં, નોર્મલ ડાયટ માં પણ સામેલ કરી શકો છો “રાજગરો” થશે અનેક મોટા ફાયદા

રાજગરાથી લાડવો, ચીકકી, હલવો તથા અન્ય વાનગીઓ બનાવવામાં આવે છે, જે આરોગ્ય માટે ખૂબ જ લાભદારી હોય છે

માત્ર વ્રત જ નહીં, નોર્મલ ડાયટ માં પણ સામેલ કરી શકો છો “રાજગરો” થશે અનેક મોટા ફાયદા
X

નવરાત્રીમાં સૌથી વધુ રાજગરાનો ઉપયોગ કરવામાં આવે છે. રાજગરાથી લાડવો, ચીકકી, હલવો તથા અન્ય વાનગીઓ બનાવવામાં આવે છે, જે આરોગ્ય માટે ખૂબ જ લાભદારી હોય છે. રાજગરામાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. તો આવો અહિયાં તમને જણાવીએ વિગતવાર રાજગરાના ફાયદાઓ

1. પ્રોટીન

અનેક લોકો પ્રોટીન મેળવવા માટે માંસ અને માછલીનું સેવન કરતાં હોય છે. પરંતુ રાજગરાનું સેવન કરવાથી શરીરમાં પ્રોટીનની પૂરતી થઈ જાય છે.

જે શરીરમાં નવી કોશિકાઓનું નિર્માણ કરે છે.

2. હાડકાં મજબુત થાય છે

રાજગરામાં ભરપૂર માત્ર માં કેલ્શિયમ રહેલું હોય છે અને કેલ્શિયમથી હાડકાં મજબૂત થાય છે. રાજગરાથી હાડકાં મજબૂત થવાની સાથે સાથે દાંત પણ મજબૂત થાય છે.

3. રોગપ્રતિકારક શક્તિ વધે છે.

રાજગરાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. રાજગરામાં ભરપૂર માત્રમાં વિટામિન ‘એ’ રહેલું હોય છે. જે ઇમ્યુન સિસ્ટમ માટે ખૂબ જ લાભદાયી છે.

4. વજન નિયંત્રિત રાખે છે.

રાજગરામાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે. જેથી રાજગરાનું સેવન કરવાથી વજન નિયંત્રિત રહે છે. ફાઈબર પાચનની ક્રિયાને મજબૂત કરે છે. ફાઈબર યુકત ભોજન કરવાથી વધુ સમય સુધી ભૂખ લાગતી નથી.

5. આંખ માટે ફાયદાકારક

ઉંમર વધવાની સાથે સાથે આંખની સમસ્યા પણ ઊભી થાય છે. જેના માટે રાજગરો ફાયદાકારક છે. રાજગરામાં વિટામિન ‘એ’ રહેલું છે જે આંખ માટે ખુબજ લાભદાયી છે. જો તમારી આંખની દ્રષ્ટિ નબળી પડી ગઈ હોય તો તમારે રાજગરાનું સેવન અચૂક કરવું જોઈએ.

6. વાળને મજબૂત બનાવે છે.

નિયમિતરીતે રાજગરાનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યામાં રાહત મળે છે. રાજગરામાં લાઈસિન અને સિસ્ટિન રહેલું હોય છે. જે વાળને મજબૂત અને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

7. કોલસ્ટ્રોલ ઓછું થાય છે

રાજગરામાં ફાઇટોસ્ટ્રોલ હોય છે જે કોલસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે. તથા બ્લડસુગર પણ નિયંત્રિત રાખે છે. બીપી કંટ્રોલ કરવામાં રાજગરો ખૂબ જ ફાયદાકારક છે. તથા હદયરોગની બીમારી સામે પણ રક્ષણ આપે છે.

Next Story