ચટાકેદાર ભૂંગળા બટાકા, 2 અલગ રીતે બનાવવાની રેસીપી નોંધી લો

ભૂંગળા બટાકા મોટાભાગના લોકોને ખાવા ગમે છે. અહીં લાલા ચટાકેદાર અને ગ્રીન એમ બે પ્રકારના બટાકા ભૂંગળા બનાવવાની રીત આપી છે. ચાલો જાણીયે સ્ટેપ બાય સ્ટેપ કાઠિયાવાડી ભૂંગળા બટાકા બનાવવાની રીત.

New Update
BHUNGLA

ભૂંગળા બટાકા મોટાભાગના લોકોને ખાવા ગમે છે. અહીં લાલા ચટાકેદાર અને ગ્રીન એમ બે પ્રકારના બટાકા ભૂંગળા બનાવવાની રીત આપી છે. ચાલો જાણીયે સ્ટેપ બાય સ્ટેપ કાઠિયાવાડી ભૂંગળા બટાકા બનાવવાની રીત.

ભૂંગળા બટાકા પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. ભાવનગરના ગ્રીન ભૂંગળા બટાકા અને બોટાદના તીખા અને લાલ ચટાકેદાર ભૂંગળા બટાકા ફેમસ છે. નાના બાળકોથી લઇ મોટા વ્યક્તિ દરેકને ભૂંગળા બટાકા ખાવા ગમે છે. જો તમને પણ બટાકા ભૂંગળા ખાવાના શોખીન છો, ઘરે સરળતાથી આ વાનગી બનાવી શકાય છે. અહીં ચટાકેદાર કાઠીયાવાડી ભુંગળા બટાકા બનાવવાની બે અલગ અલગ રેસીપી આપી છે. ચાલો જાણીયે સ્ટેપ બાય સ્ટેપ ગ્રીન ભૂંગળા બટાકા અને લાલ ચટાકેદાર ભૂંગળા બટાકા બનાવવાની રીત.

ભૂંગળા બટાકા બનાવવાની રીત 3 સ્ટેપમાં હોય છે. જેમા સૌથી પહેલા બાફેલા બટાકા મસાલામાં કોટિંગ કરો, મસાલા બનાવવો અને ભૂંગળા તેલમાં તળવા.

ભૂંગળા બટાકા બનાવવા માટે સૌથી પહેલા નાના કદના બટાકા કુકરમાં પાણી નાંખી બાફો. બટાકા બાફતી વખતે પાણીમાં મીઠું ઉમેરવું જોઇએ. તેનાથી બાફેલા બટાકા ખાતી વખતે મોળા લાગતા નથી. બટાકા બફાઇ ગયા બાદ છાલ કાઢી લો.

હવે એક મોટા બાઉલમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર, 1 ચમચી તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પાતળી પેસ્ટ બનાવી લો. તેમા બાફેલા બટાકા ઉમેરો, પછી બધી સામગ્રી મિક્સ કરી બટાકા પર મસાલાને બરાબર કોટિંગ કરી દો.

એક મિક્સર જારમાં 15 થી 20 લસણની કળી, આદુંનો 1 નાનો ટુકડો, 1 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ધાણા જીરું પાઉડર, 1 ચમચી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ, અડધી વાટકી શેકેલા સીંગદાણા અને 1/4 કપ પાણી નાંખી પેસ્ટ બનાવો

ગેસ ચાલુ કરી એક કઢાઇમાં 3 -4 ચમચી તેલ ગરમ કરો. તેમા 1 ચમચી હિંગ અને 1 ચમચી હળદર પાઉડર ઉમેરો, પછી તેમા લસણીની ચટણી નાંખી મસાલો ફ્રાય કરો. લસણની ગ્રેવી માંથી તેલ છુંટું પડે ત્યારે મસાલાથી કોટિંગ બાફેલા બટાકા અને લીંબુનો રસ ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરો. બટાકા પર લસણની ચટણી કોટિંગ થવી જોઇએ.

ગેસ ચાલુ એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ભૂંગળા તળો. ભૂંગળા તેલમાં તળ્યા બાદ બટર પેપર પર મૂકો, તેથી વધારાનું તેલ શોષાઇ જાય.

એક પ્લેટમાં તળેલા ભૂંગળા મૂકો. પછી એક બાઉલમાં મસાલા વાળા બટાકા લો, તેની ઉપર તાજા કોથમીરીના પાન ઉમેરી ગાર્નિશ કરો. તૈયાર છે તમારા લાલ ચટાકેદાર ભૂંગળા બટાકા. આવી જ રીતે ગ્રીન ભૂંગળા બટાકા બનાવી શકાય છે. ગ્રીન ભૂંગળા બટાકા બનાવવા માટે લાલા મરચાના બદલે લીલા મરચા, ચટણીમાં લીલું કોથમીર અને ફુદાનાનો પાનનો ઉપયોગ થાય છે.

Latest Stories