હવે ઘર પર જ બનાવી શકશો પંજાબી સ્ટાઈલ ક્રીમી અને જાડી લસ્સી, જાણી લો તેની રીત....

જ્યારે લસ્સીની વાત આવે છે ત્યારે પંજાબની વાત આવે છે. ઉનાળાની ઋતુમાં પંજાબી લસ્સીનો મોટો ગ્લાસ શરીરને સંપૂર્ણ રીતે તાજગી આપે છે.

New Update
હવે ઘર પર જ બનાવી શકશો પંજાબી સ્ટાઈલ ક્રીમી અને જાડી લસ્સી, જાણી લો તેની રીત....

જ્યારે લસ્સીની વાત આવે છે ત્યારે પંજાબની વાત આવે છે. ઉનાળાની ઋતુમાં પંજાબી લસ્સીનો મોટો ગ્લાસ શરીરને સંપૂર્ણ રીતે તાજગી આપે છે. આમાં પણ લોકો વિવિધ પ્રકારના ફ્લેવર ઉમેરવાનું પસંદ કરે છે. મેંગો ફ્લેવર, રોઝ ફ્લેવરથી લઈને કેસર પિસ્તા લસ્સી સુધી, લસ્સીનો સ્વાદ લોકોના દિલ જીતી લે છે. તમે પંજાબ જેવી ક્રીમી અને જાડી લસ્સી તમારા રસોડામાં ઘરે બેઠા જ સરળતાથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ પરફેક્ટ લસ્સી બનાવવાની સાચી રીત.

સામગ્રી

2 કપ દહિ, અડધો કપ ખાંડ, 3 ચમચી મલાઈ, 1 નાની ચમચી ઇલાઇચી પાવડર, 5-6 બરફના ટુકડા

પંજાબી લસ્સી બનાવવાની રીત:

સારી લસ્સી બનાવવા માટે ઘાટું અને તાજું દહિ લો. સૌ પ્રથમ દહિને એક જગમાં લઈ સારી રીતે મસળી લો. દહિમાં અત્યારે પાણી જરાય ઉમેરવાનું નથી. તેને ઘટ્ટ કરવા માટે દહીં સાથે થોડી મલાઈ ઉમેરીને હલાવો. જ્યારે દહીં બરાબર મસળી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરીને ઓગાળી લો. ત્યાર બાદ ખાંડ બરાબર ઓગળી જાય એટલે તેમાં એલચી પાવડર ઉમેરો. આ પછી એક ગ્લાસમાં કાઢીને બરફ સાથે સર્વ કરો...

Latest Stories