Connect Gujarat
વાનગીઓ 

શું તમને ખબર છે કે ફરાળમાં ખાવામાં આવતા સાબુદાણા કેમ બને છે? તો જાણો કેવી રીતે બનાવવામાં આવે છે સાબુદાણા....

શું તમને ખબર છે કે ફરાળમાં ખાવામાં આવતા સાબુદાણા કેમ  બને છે? તો જાણો કેવી રીતે બનાવવામાં આવે છે સાબુદાણા....
X

ઉપવાસ દરમિયાન મોટા ભાગના લોકો સાબુદાણા ખાતા હોય છે. સાબુદાણામાંથી ખીચડીથી લઈને પાપડ સુધીની અનેક વાનગીઓ બને છે. લગભગ સાબુદાણા બધાના ફેવરિટ હોય છે. બીજા ખેત પાકોની જેમ સાબુદાણા ખેતરમાં થતાં નથી તો તમને સવાલ થતો હશે કે જો આ સાબુદાણા ખેતરમાં નથી થતાં તો આ થાય છે ક્યા? તો ચાલો આજે જાણીએ કે આ ફરાળી સાબુદાણા આવે છે ક્યાથી.....અને તેને કેમ બનાવવામાં આવે છે.

કેવી રીતે બને છે સાબુદાણા?

· એક ઝાડ હોય છે, સાગો. આ ઝાડના મૂળીયામાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. ભારતમાં તેને કસાવા કે કસાવા સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે, કેરળના લોકો આ ઝાડને ‘કપ્પા’ કહે છે.

· મજાની વાત એ છે કે, ભલે તેનું કનેક્શન દક્ષિણ ભારત સાથે હોય પણ સાબુદાણા સૌથી વધુ ઉત્તર ભાગમાં ખવાય છે. ફરાળમાં બહુ ઓછી ખવાતી વસ્તુઓમાંથી સાબુદાણા એક છે પણ કોઈ સાબુદાણા બનવા પાછળનું કારણ જાણવાની કોશિશ નથી કરતું. સાબુદાણા છે તો શાકાહારી પણ તેને બનાવવામાં લોચો થઈ જાય છે. આંબા પર કેરી ઉગે અને તેને તોડી ખાઈ લો એટલું સરળ સાબુદાણાની રીત નથી.

· સાબુદાણા બનાવવા માટે થડને કાપીને ફેક્ટરી સુધી લઈ જવાય છે, મોટા ભાગે તેને તામિલનાડુ, કેરળ, કર્ણાટકની ફેક્ટરીઓમાં પહોંચાડવામાં આવે છે. અહીં થડને છોડીને તેમાં મુખ્ય વસ્તુને બહાર કાઢવામાં આવે છે.

· ઘસવા કાપવાની લાંબી પ્રક્રિયા પછી નીકળેલા પદાર્થને મોટી પાણી ભરેલી ટેંકોમાં રાખવામાં આવે છે.

· અહીં થડમાંથી નીકળેલો માવો પડી રહે છે, સડે છે અને તેમાં કીડા પડે છે. સડવાના કારણે તેમાં પડનારા કિડા જ સાબુદાણાને સ્વાદિષ્ટ બનાવે છે, લાંબો સમય સુધી થડમાંથી નીકળેલા પદાર્થને ખૂલી ટેંકોમાં રખાય છે અને ત્યાં પડ્યા-પડ્યા ઘન પદાર્થ જેવું સ્વરુપ ધારણ કરી લે છે, આ પછી તેને ખાસ મશીનોમાં નાખીને દાણાદાર બનાવાય છે.

· ત્યાર પછી તેને બોરીમાં પેકિંગ કરવા માટે મોકલવામાં આવે છે. આ પછી તે તમારા નજીકના કરિયાણા સ્ટોરમાં આવે છે અને ત્યાંથી તમારા રસોડામાં પહોંચીને તમારી પ્લેટમાં આવે છે.

· કીડાની વાત કીધી એટલે તમે ગભરાઈ ન જતા સાબુદાણા શાકાહારી જ હોય છે અને રહે છે. કારણ કે આ કીડાઓમાં ન હાડકાં, હોય છે ન લોહી કે ન માસ. ઉદાહરણ તરીકે જેમ દુધમાં બેક્ટેરિયા ભળવાથી તે દહીં બને છે કંઈક તેવી જ પ્રક્રિયા સાબુદાણા બનાવવામાં થાય છે.

Next Story