ઘરે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ અળસીનો શીરો, આ રહી સરળ રેસિપી

દરેક ગુજરાતીને ગળ્યું ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. જેથી ગુજરાતમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. ત્યારે આજે આપણે હેલ્ધી અળસીનો હલવો કેવી રીતે બનાવાય તેની રેસિપી જાણીશું.

New Update
ALASI

દરેક ગુજરાતીને ગળ્યું ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. જેથી ગુજરાતમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. ત્યારે આજે આપણે હેલ્ધી અળસીનો હલવો કેવી રીતે બનાવાય તેની રેસિપી જાણીશું.

અળસીનો હલવો બનાવવા માટે ઘઉંનો લોટ અથવા ઓટ્સ, ગોળ, પાણી અથવા દૂધ, ઘી, એલચી પાઉડર, અળસી, બદામ, કાજુ, અખરોટ, કિસમિસ સહિતની વસ્તુઓની જરુર પડશે.

અળસીનો હલવો બનાવવા માટે એક પેનમાં અળસીને ધીમા તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી તેને શેકી લો. હવે અળસીના બીજ ઠંડા થાય ત્યારે તેને મિક્સરમાં બારીક પીસી લો. પરંતુ ધ્યાન રાખો કે અળસી સંપૂર્ણપણે પાઉડર ન બની જાય.

હવે એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરો. તેમાં ઘઉંનો લોટ અથવા ઓટ્સનો લોટ ઉમેરી તેને પણ ધીમા તાપે સતત હલાવતા રહો જ્યાં સુધી સોનેરી રંગનો ન થાય. જ્યારે લોટમાંથી સુગંધ આવે ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લો.

હવે પેનમાં દૂધ ઉમેરી તેને ઉકાળી લો. તેમાં ગોળ ઉમેરો અને તેને ધીમા તાપે ઓગળવા દો. જ્યારે ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય અને ઉકળવા લાગે, ત્યારે ગેસ બંધ કરી દો.

હવે શેકેલા લોટને પાછું પેનમાં નાખો અને તરત જ તેમાં બરછટ પીસેલા અળસીના બીજને ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો જેથી કોઈ ગઠ્ઠો ન રહે. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તેમાં એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તમામ સુકામેવા ઉમેરી મિક્સ કરી બરાબર હલાવી લો. ત્યારબાદ તમે અળસીના હલવાને પીરસી શકો છો.