જો તમે કંઈક નવું, સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ખાવાના શોખીન છો, તો સાબુદાણા નગેટ્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ નાસ્તો બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ગમે છે.
તમે તેને સાંજે અથવા થોડી ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. સાબુદાણાથી બનેલા આ નગેટ્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે, જે બધી ઉંમરના લોકોને ગમે છે. તેથી જો તમે કંઈક હળવું પણ સ્વાદમાં ઉત્તમ ખાવા માંગતા હો, તો એકવાર સેન્ડવીચનો ટેસ્ટ કરી જુઓ.
ફરાળી સેન્ડવીચ બનાવવાનું ખીરુ બનાવવા માટે મોરૈયો, સાબુદાણા, સિંધવ મીઠું, મીઠા લીમડાના પાન, લીલા મરચાની પેસ્ટ, ઘી, કોથમીર સહિતની સામગ્રીની જરુર પડશે.
આ ઉપરાંત સેન્ડવીચની સ્ટફિંગ બનાવવા માટે બટેટા, ઘી, જીરુ, મગફળીનાદાણા, કોથમીર, લીંબુનો રસ, ખાંડ, ચીઝ સહિતની વસ્તુઓની જરુર પડશે.
ખીરુ બનાવવા માટે સૌથી પહેલા મોરૈયો અને સાબુદાણાને અલગ-અલગ બારીક પાઉડર કરી લો. ત્યારબાદ તેને એક બાઉલમાં ભેગા કરો. ત્યારબાદ આ પાવડરને મિક્સ કરી ધીમે ધીમે 2 કપ પાણી ઉમેરી સ્મૂથ ખીરુ બનાવી લો.
હવે ખીરાને 15-20 મિનિટ રેસ્ટ કરવા મુકો. ત્યારબાદ મિશ્રણમાં સિંધવ મીઠું ઉમેરો. બટાકાનો માવો બનાવવા માટે એક પેનમાં 2 ચમચી તેલ મુકો.
તેલ ગરમ થાય એટલે જીરું, મીઠા લીમડાના પાન ઉમેરો. ત્યારબાદ લીલા મરચાની પેસ્ટ ઉમેરો. હવે તેમાં મેશ કરેલું બટાકાનો માવો નાખો. તેમાં મગફળીના દાણા, 2 ચમચી બારીક સમારેલી તાજી કોથમીર, લીંબુનો રસ, ખાંડ અને સિંધવ મીઠું ઉમેરી મિક્સ કરો.
હવે સેન્ડવીચ બનાવવા માટે સેન્ડવિચ મેકરમાં તેલ લગાવો ત્યારબાદ તેના પર ખીરુ નાખો. ત્યારબાદ બટાકાનો માવો મુકી તેના પર ફરીથી ખીરુ નાખી. સેન્ડવીચ બંન્ને બાજુથી શેકાઈ જાય. પછી તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.