ઘરે ઢોસા બનાવતી વખતે તવા પર ચોંટી જાય છે? તો આ ટ્રિક્સ અજમાવો, 5 મિનિટમાં ઉતારવા લાગશે ફટાફટ ક્રિસ્પી ઢોસા

સાઉથ ઇંડિયન વાનગીઓમાં ઢોસા એ સૌથી લોકપ્રિય વાનગી છે. ઢોસાનું નામ પડતાં જ મોઢામાં પાણી આવવા લાગે છે.

ઘરે ઢોસા બનાવતી વખતે તવા પર ચોંટી જાય છે? તો આ ટ્રિક્સ અજમાવો, 5 મિનિટમાં ઉતારવા લાગશે ફટાફટ ક્રિસ્પી ઢોસા
New Update

સાઉથ ઇંડિયન વાનગીઓમાં ઢોસા એ સૌથી લોકપ્રિય વાનગી છે. ઢોસાનું નામ પડતાં જ મોઢામાં પાણી આવવા લાગે છે. ચોખા અને દાળના મિશ્રણથી બનતા ઢોસા નાનાથી માંડીને મોટા સુધી બધાને પ્રિય હોય છે. આપણે ત્યાં ઢોસા મોટા ભાગે તો નોનસ્ટિક તવા પર જ બનાવવામાં આવે છે. પરંતુ કદાચ તમને ખબર નહીં હોય તો સાચે તો આ ઢોસા લોખંડના તવા પર જ સરસ બને છે, પરંતુ તેને તવા પર બનાવવાના આવે તો તેમાં ચોંટી જવાની સમસ્યા ઊભી થાય છે. પરંતુ તમે લોઢાના તવા પર પણ ક્રિસ્પી ઢોસા બનાવી શકો છો. તેના માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે આજે તમને જણાવીએ...

ઢોસાનું ખીરું

જો તમે ક્રિસ્પી ઢોસા બનાવવા માંગતા હોય તો ખીરું બનાવટી વખતે ચોખા અને દાળને પસ્તી વખતે તેમાં એક મુઠ્ઠી પૌવા પણ ઉમેરી દો. આમ કરવાથી ઢોસા ક્રિસ્પી બનશે.

ઢોસાના ખીરામાં રવો ઉમેરો

ઢોસાના બેટર સારી રીતે આથો આવી જાય પછી તેને ઉપયોગમાં લેવાની 30 મિનિટ પહેલા તેમાં થોડો રવો ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

તવાને દર વખતે બરાબર સાફ કરો

એક ઢોસો બનીને ઉતારી જાય પછી બીજા ઢોસાનું બેટર તવા પર નાખીએ તે પહેલા તવાને બરાબર સાફ કરો. તવાને સાફ કરવા માટે તમે ભીના કપડાનો ઉપયોગ કરી શકો છો.

તવા પર બટેટૂ ઘસો

ઢોસા બનાવતા પહેલા તવાને ગેસ પર રાખી અને તેના પર અડધા બટેટાને તેલવાળું કરી તવા પર ઘસી લો. આમ કરવાથી ઢોસો બરાબર ક્રિસ્પી ઉતરશે.

ઢોસાનું બેટર વધારે ઠંડુ ન કરવું

જો તમે ઢોસાનું તૈયાર બેટર લીધું છે તો તે ફ્રિજમાં રાખેલું હશે. પરંતુ ઢોસા બનાવતા પહેલા તે રુમ ટેમ્પરેચર પર આવી જાય તે રીતે રાખવું. ઠંડું ખીરું હશે તો તવા પર ઢોસો ચોંટશે.

#India #Connect Gujarat #BeyondJustNews #food #Recipes #making #South Indian #Dosa #fluffy crispy Dosa
Here are a few more articles:
Read the Next Article