Connect Gujarat
વાનગીઓ 

ભૂલથી પણ આ ખાવાની વસ્તુઓને ના કરતાં ફ્રીજમાં સ્ટોર, થઈ શકે છે ભારે નુકશાન

શું તમે જાણો છો કે ફ્રીજમાં રાખેલી વસ્તુ ના કેટલા ગેરફાયદા છે. તેનું પોષણ મૂલ્ય ઘટી જાય છે

ભૂલથી પણ આ ખાવાની વસ્તુઓને ના કરતાં ફ્રીજમાં સ્ટોર, થઈ શકે છે ભારે નુકશાન
X

આજના જીવનમાં ફ્રિજ આપના જીવન નો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સામાન્ય રીતે લોકો વસ્તુ બગાડવાના ડરથી તેને ફ્રીજમાં સ્ટોર કરે છે. પરંતુ અમુક ખાદ્ય ચીજો એવિ પણ છે જે ફ્રીજમાં રાખવાથી નુકશાન થાય છે. ફળો, ઈંડા, ચોકલેટ વગેરેને બજાર માંથી લાવ્યા બાદ તરત જ ફ્રીજમાં મૂકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રીજમાં રાખેલી વસ્તુ ના કેટલા ગેરફાયદા છે. તેનું પોષણ મૂલ્ય ઘટી જાય છે. માત્ર તેના સ્વાદમાં જ ફેર નથી પડતો પણ તેની સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ગંભીર અસર થાય છે. આવો જાણીએ તેમના વિષે..

આ ખાધ પદાર્થોને ફ્રીજમાં રખવાનું ટાળો:-

1. બ્રેડ : જ્યારે લોકો બજાર માંથી બ્રેડનું પેકેટ ખરીદે છે. કે તરત જ ફ્રીજમાં મૂકી દે છે. આમ કરવાથી બ્રેડ સુકાઈ જાય છે અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. આથી પાચન સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે.

2. કેળાં : ઘણી વખત લોકો કેળાને તાજા રાખવા માટે ફ્રિજ માં મૂકી દેતા હોય છે. પરંતુ આમ કરવું નુકશાનકારક સાબિત થઈ શકે છે. જો કેળાને ફ્રીજમાં રાખવામા આવે તો તે ઝડપથી કાળા પાડવા લાગે છે. આ સિવાય ફ્રીજમાં રાખવામા આવેલા કેળાં માંથી ઇથિલીન ગેસ નીકળે છે જેના કારણે ફ્રીજમાં રાખેલા બીજા ફાળો પણ બગાડવા લાગે છે.

3. તરબૂચ અને ટેટી : તરબૂચ અને ટેટીને પણ ફ્રીજમાં રાખવાથી નુકશાન થઈ શકે છે. આ ફલોને ફ્રીજમાં રાખવાથી તેમાં રહેલું એંટીઓક્સિડંટ નાશ પણે છે અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે.

4. મધ : મધને ક્યારેય ફ્રીજમાં ના રાખવું જોઈએ. આમ કરવાથી મધમાં ક્રિસ્ટલ બનવા લાગે છે. અને તેને ખાવાથી તમારા શરીરને નુકશાન થઈ શકે છે.

5. બટાકા : બટાકાને ફ્રીજમાં રાખવાથી તેમાં રહેલો સ્ટાર્ચ સળી જાય છે જેના કારણે તેનો સ્વાદ બગડી શકે છે.

6. નારંગી : સંતરા અને લીંબુ જેવા ખાટા ફળોને ફ્રીજમાંના રાખવા જોઈએ. કારણ કે તે એસિડિક હોય છે અને ઠંડુ તાપમાન તેને બગડી શકે છે.

7. ટામેટાં : ટમેટાને ફ્રીજમાં રાખવાથી તેની બહારની છાલ બગડી જાય છે. જેથી ટમેટાં અંદરથી જલ્દી સડી જાય છે. ઘણા લોકો આવા પ્રકારના ટામેટાં પણ ખાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આથી આવા ટામેટાં ખાવા નહિ.

Next Story