ઘરનીજ સામગ્રીમાંથી બનાવો ટેસ્ટી અને હેલ્ધી પિઝા, અહીં જાણો રેસીપી

પિઝા બેઝની જગ્યાએ મસૂર દાળનો ઉપયોગ કરવાથી આ પિઝા પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર બની જાય છે, જે તમે આરામથી ગમે એટલા ખાઈ શકો છો.અહીં જાણો મસૂર દાળ પિઝા રેસીપી

New Update
pizza

પિઝા બેઝની જગ્યાએ મસૂર દાળનો ઉપયોગ કરવાથી આ પિઝા પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર બની જાય છે, જે તમે આરામથી ગમે એટલા ખાઈ શકો છો.અહીં જાણો મસૂર દાળ પિઝા રેસીપી

પિઝા (pizza) નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે ને? પણ જો તમને કહું કે તમારા મનપસંદ પિઝાને વધુ પૌષ્ટિક અને હેલ્ધી બનાવી શકાય છે, તો કેવું રહેશે? જી હા, અહીં વાત થાય છે મસૂર દાળ પિઝા (Masoor Dal Pizza) , વિશે ! આ એક એવી અનોખી રેસીપી છે જે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે અને સ્વાદમાં મજેદાર લાગે છે.

પિઝા બેઝની જગ્યાએ મસૂર દાળનો ઉપયોગ કરવાથી આ પિઝા પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર બની જાય છે, જે તમે આરામથી ગમે એટલા ખાઈ શકો છો.અહીં જાણો મસૂર દાળ પિઝા રેસીપી

  • પલાળેલી મસૂર દાળને પાણી નિતારીને મિક્સર ગ્રાઈન્ડરમાં લો. તેમાં લીલા મરચાં, આદુ, જીરું અને થોડું મીઠું ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
  • એક નોન-સ્ટીક તવાને ગરમ કરો. તવા પર થોડું તેલ કે ઘી લગાવીને ગ્રીસ કરી લો.
  • તવા ગરમ થાય એટલે ચમચા વડે દાળનું ખીરું લઈને તવા પર પાથરો. તેને ગોળાકાર આકાર આપો.
  • મધ્યમ આંચ પર એક બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. કિનારીઓ પર થોડું તેલ ઉમેરી શકો છો. પછી તેને ધીમેથી પલટાવીને બીજી બાજુ પણ થોડું શેકી લો,
  • હવે શેકેલા દાળના બેઝને એક પ્લેટમાં કાઢી લો. તેની શેકેલી બાજુ ઉપર રાખો.
  • તેના પર પિઝા સોસ એકસરખો ફેલાવો, ઉપર છીણેલું મોઝેરેલા ચીઝ પાથરો. પછી તમારી પસંદના બધા ટોપિંગ્સ (ડુંગળી, કેપ્સિકમ, મકાઈ વગેરે) ગોઠવો.
  • ફરીથી તવાને ગરમ કરો અને તૈયાર પિઝાને ધીમા તાપે તવા પર મૂકો. ઢાંકણ ઢાંકી દો જેથી ચીઝ ઓગળી જાય અને ટોપિંગ્સ નરમ પડે. લગભગ 5 મિનિટ કે ચીઝ ઓગળે ત્યાં સુધી શેકો, થઇ જાય એટલે ગરમ ગરમ પીઝા સર્વ કરો.

પિઝા સામાન્ય રીતે મેંદાના બેઝથી બને છે, જે કેલરીમાં ઊંચો અને પોષકતત્ત્વોમાં ઓછો હોય છે. તેના બદલે, મસૂર દાળનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે જમે કે,

  • પ્રોટીનથી ભરપૂર: મસૂર દાળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે સ્નાયુઓના નિર્માણ અને રિપેર માટે જરૂરી છે.
  • ફાઈબરયુક્ત: દાળમાં ભરપૂર ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સુધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેથી ઓછું ખવાય છે.
  • ગ્લુટેન-ફ્રી: જે લોકો ગ્લુટેન પ્રત્યે સંવેદનશીલ છે અથવા ગ્લુટેન-ફ્રી આહાર લેવા માંગે છે તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.
  • સ્વાદિષ્ટ અને અલગ: આ પિઝાનો સ્વાદ યુનિક હોય છે અને તે તમારા નિયમિત ભોજનમાં એક નવી ટર્ન આપે છે.

 healthy and tasty | Pizza Recipe | Homemade Recipe 

Latest Stories