ટેસ્ટી અને ચટપટી ખજૂર- ટામેટાંની ચટણી

ઘણા પ્રકારની ચટણી આપણે ખાતા હોઈએ છીએ. જેમકે શિંગદાણા, ટામેટાં, કેપ્સિકમ, લસણ વગેરે આ ચટણીઓ આપણાં ભોજનનો સ્વાદ વધારી દેતી હોય છે.આ ચટણીઓ ખાટી મીઠી કે તીખી બનાવી શકો છો. તો ચાલો આજે એવીજ એક ટેસ્ટી ચટપટી ખજૂર-ટામેટાંની ચટણી બનાવીએ. 

New Update
એચએમએમ

ઘણા પ્રકારની ચટણી આપણે ખાતા હોઈએ છીએ. જેમકે શિંગદાણા, ટામેટાં, કેપ્સિકમ, લસણ વગેરે આ ચટણીઓ આપણાં ભોજનનો સ્વાદ વધારી દેતી હોય છે.આ ચટણીઓ ખાટી મીઠી કે તીખી બનાવી શકો છો. તો ચાલો આજે એવી જ  એક ટેસ્ટી ચટપટી ખજૂર-ટામેટાંની ચટણી બનાવીએ. 


સામગ્રી નોંધી લો: 

 ટમેટા,  ખજૂર, ખાંડ, તેલ, સૂકું મરચું , મીઠું સ્વાદાનુસાર, કાજુ, કિસમિસ
જીરુ,આખી મેથી,વરીયાળી,રાઈ,કલોંજી બધું મળી ને ૨ ચમચી મસાલો 
 
ચટણી બનાવવાની રીત : 

પહેલા એક કડાઇમાં તેલ મૂકો તેમાં મેઈન મસાલો નાખી દો.હવે એક સૂકું લાલ મરચું નાખો.ત્યારબાદ ટમેટાં નાખો.આ બધું સાંતળી લો.ત્યારબાદ હળદર અને મીઠું નાખીને ચઢવા દો.
ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા બાદ તેમાં ખજૂરના ટુકડા અને ખાંડ નાખી દો. આ બધું બરાબર મિક્સ કરી લો.  હવે તેમાં કાજુના ટુકડા,કીસમીસ બધું જ નાખી દો.પાંચ મિનિટ રહેવા દો.સર્વિંગ બાઉલમાં ચટણી કાઢી લો.અને પીરસો.તો તૈયાર છે ચટપટી ખજૂર ટમેટાની ચટણી. 

Latest Stories