ઉપવાસમાં ચા સાથે ખાવામાટે બેસ્ટ છે આ 2 વાનગીઓ, ફટાફટ બનશે અને શરીરમાં વધારશે એનર્જી

તમને વારંવાર ભૂખ લાગતી હોય તો તમારા માટે સ્નેક્સના કેટલાક હેલ્ધી અને ફરાળી ઓપ્શન ઉપલબ્ધ છે. આ ફરાળી સ્નેક્સ ઝટપટ બની જાય છે અને તેનાથી શરીરમાં એનર્જી પણ રહે છે.

ઉપવાસમાં ચા સાથે ખાવામાટે બેસ્ટ છે આ 2 વાનગીઓ, ફટાફટ બનશે અને શરીરમાં વધારશે એનર્જી
New Update

ચૈત્ર મહિનાની નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે અને આ સમય દરમિયાન કેટલાક લોકો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. કેટલાક લોકો એવા હોય છે જેમને વ્રત દરમિયાન વારંવાર ભૂખ લાગે છે અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય છે. જો તમારી સાથે પણ આવું થાય અને તમને વારંવાર ભૂખ લાગતી હોય તો તમારા માટે સ્નેક્સના કેટલાક હેલ્ધી અને ફરાળી ઓપ્શન ઉપલબ્ધ છે. આ ફરાળી સ્નેક્સ ઝટપટ બની જાય છે અને તેનાથી શરીરમાં એનર્જી પણ રહે છે.

1. મખાના ચાટ

જો વ્રતમાં વારંવાર ભૂખ લાગે તો તમે રોસ્ટેડ મખાનાનું સેવન કરી શકો છો. તેના માટે એક વાસણમાં ઘી ગરમ કરો અને તેમાં મખાના ઉમેરી ધીમા તાપે શેકો. પાંચ મિનિટ મખાના શેકી તેને એક પ્લેટ પર લઈ તેમાં દહીં આમલીની ચટણી, તીખી ચટણી, સંચળ અને જીરાનો પાવડર ઉમેરી સર્વ કરો.


2. સાબુદાણા નમકીન:-

મખાનાની જેમ સાબુદાણાને પણ ઘીમાં તાપે શેકીને ટેસ્ટી નમકીન બનાવી શકાય છે. તેના માટે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સાબુદાણા ફુલાવી લેવા. ત્યાર પછી તેમાં સિંધવ મીઠું અથવા તો સંચળ ઉમેરીને ચા સાથે ગરમાગરમ સર્વ કરો.



#Connect Gujarat #ઉપવાસ #ફરાળી વાનગી #પૌષ્ટિક વાનગી #ગુજરાતી વાનગી #પ્રતિક ઉપવાસ #મખાના ચાટ #Makhana Chat #Farali Chat Recipe
Here are a few more articles:
Read the Next Article