કોઇ ખાસ અવસર હોય કે તહેવાર, મીઠાઇ વિના તે સેલિબ્રેટ નથી થતો. બેસનથી બનતી મીઠાઇઓમાં બેસનના લાડુ દરેક ફેસ્ટિવલમાં બનાવવામાં આવે છે. પરંતુ બેસનમાંથી બનતા મોહનથાળની પણ કોઇ ખાસ અવસરે ડિમાન્ડ વધી જાય છે. મોહનથાળ ગુજરાતની ફેમસ સ્વીટ ડિશ છે અને તેનો સ્વાદ નાનાથી લઇને મોટા બધાને પસંદ આવે છે. સ્વાદથી ભરપૂર મોહનથાળ દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે. મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી આ મીઠાઇ બનાવવી ખૂબ જ સરળ છે અને તેના માટે બેસન, દૂધ, ખાંડ સહિત અન્ય કેટલીક સામગ્રીની જરૂર પડશે. ચાલો જાણીએ મોહનથાળ બનાવવાની સરળ રીત.
મોહનથાળ બનાવવાની સામગ્રી
· બેસન- 3 કપ
· દેશી ઘી- 1 1/4 કપ
· દૂધ- 1 કપ
· માવો- 1/2 કપ
· સિલ્વર વર્ક- 2
· ઇલાયચી પાઉડર- 1/4 ટી સ્પૂન
· ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ- 1 ટેબલ સ્પૂન
· ઓરેન્જ ફૂડ કલર- 1 ચપટી
· ખાંડ- 1 1/2 કપ
મોહનથાળ બનાવવાની રીત
· સ્વાદિષ્ટ મીઠાઇ મોહનથાળ બનાવવા માટે સૌથી પહેલા એક મોટા મિક્સિંગ બાઉલમાં 3 કપ બેસન, 1/4 કપ ઘી અને 1/4 કપ દૂધ નાંખીને બેસનને સારી રીતે મિક્સ કરી દો.
· બેસન ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તે સારી રીતે ભળી ન જાય. બેસનને દાણેદાર થવા સુધી મસળતા રહો.
· તે બાદ બેસનને એક મોટા કાણાવાળી ચાળણીમાં નાંખીને ચાળી લો. તેનાથી બેસનની બનાવટ દાણેદાર દેખાશે. તે બાદ બેસનને અલગ મૂકી દો.
· હવે એક કડાઇમાં 1 કપ દેશી ઘી નાંખીને તેને મીડિયમ આંચ પર ગરમ કરો. જ્યારે ઘી ઓગળી જાય તો તેમાં બેસનનું તૈયાર મિશ્રણ નાંખો અને ધીમી આંચે શેકો.
· બેસન આશરે 20 મિનિટ સુધી શેકો, તેનાથી બેસન ગોલ્ડન બ્રાઉન થઇ જશે અને કડાઇ છોડવા લાગશે.
· તે બાદ બેસનમાં અડધો કપ દૂધ નાંખીને મિક્સ કરો. હવે બેસનને મિક્સ કરતાં રહો અને ત્યાં સુધી શેકો જ્યાં સુધી દૂધ બેસનમાં શોષાઇ ન જાય. તે બાદ બેસનને એક વાસણમાં કાઢી લો.
· ત્યાર બાદ ચાસણી બનાવો અને એક કડાઇમાં ખાંડ અને અડધો કપ પાણી નાંખીને ઉકાળો.
· ધ્યાન રાખો કે એક તારની ચાસણી બનાવવાની છે. તે બાદ ચાસણીમાં ઓરેન્જ ફૂડ કલર નાંખો અને મિક્સ કરો. હવે ચાસણીમાં અડધો કપ માવો નાંખો અને સારી રીતે મિક્સ કરી દો.
· ત્યાર બાદ તેને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી ચાસણી અને માવો સારી રીતે ભળી ન જાય. તે બાદ આ મિશ્રણને શેકેલા બેસનમાં નાંખીને સારી રીતે મિક્સ કરો.
· તો તૈયાર છે તમારો દાણેદાર મોહનથાળ.