ભોજનનો સ્વાદ વધારી દેશે આ મસાલા પાપડ, બનાવવું છે એકદમ સરળ, નોંધી લો રેસેપી....

ઘણા લોકોને ભોજનની સાથે કઈક મસાલેદાર ખાવાની ટેવ હોય છે. આવી સ્થિતિમાં મસાલા પાપડ કામ કરે છે. પાપડનો સ્વાદ તો લાજવાબ છે

ભોજનનો સ્વાદ વધારી દેશે આ મસાલા પાપડ, બનાવવું છે એકદમ સરળ, નોંધી લો રેસેપી....
New Update

ઘણા લોકોને ભોજનની સાથે કઈક મસાલેદાર ખાવાની ટેવ હોય છે. આવી સ્થિતિમાં મસાલા પાપડ કામ કરે છે. પાપડનો સ્વાદ તો લાજવાબ છે. પરંતુ તે પાચનની દ્રષ્ટિએ પણ લાજવાબ છે. ઘણા લોકો સામાન્ય પાપડની જગ્યાએ મસાલા પાપડ ખાવાના શોખીન હોય છે. જ્યારે પણ તેઓ બહાર જમવા જાય ત્યારે સૌથી પહેલા તો મસાલા પાપડ જ મંગાવતા હોય છે. આ પાપડ બાળકોથી લઈને પુખ્ત વયના બધા જ ને ભાવે છે. આપણે ઘણી વાર પાપડને ઘરે શેકીને કે તળીને પણ ખાઈ ખાઈએ છીએ. પરંતુ તે બહારની જેમ સ્વાદિષ્ટ લાગતાં નથી. તો આજે અમે તમને મસાલા પાપડ કેમ બનાવવા તે વિષે માહિતી આપીશું.

મસાલા પાપડ બનાવવાની સામગ્રી

· 3 પાપડ

· 2 ચમચી બારીક સમારેલી ડુંગળી

· 2 ચમચી બારીક સમારેલા ટામેટાં

· 1 ચમચી લીલા સમારેલા મરચાં

· ¼ ચમચી ચાટ મસાલો

· 1 ચમચી સમારેલી કોથમીર

· ¼ ચમચી લાલ મરચું પાવડર

· તળવા માટે તેલ

· સ્વાદાનુસાર મીઠું

· લીંબુનો રસ સ્વાદ મુજબ

મસાલા પાપડ બનાવવાની રીત

· મસાલા પાપડ બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઈમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરો.

· તેલ ગરમ થઈ જાય ત્યાર બાદ તે તેલમાં પાપડ તળી લો.

· પાપડ થોડીવારમાં તળાઈ જશે. ત્યારબાદ તેલ નિતારી લો અને તેને પ્લેટમાં રાખો.

· એ જ રીતે બધા પાપડને તળી લો. તમે ઈચ્છો તો પાપડને શેકી પણ શકો છો.

· હવે તળેલા પાપડ પર લીંબુનો રસ નાખીને ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, મરચાં ઉમેરો અને તેને સારી રીતે ફેલાવો.

· આ પછી તેના પર મીઠું, લાલ મરચું પાવડર અને ચાટ મસાલો છાંટવો.

· છેલ્લે પાપડને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો. મસાલા પાપડ તૈયાર છે.

#India #Recipe #CGNews #taste of food #masala papad
Here are a few more articles:
Read the Next Article