તહેવારમાં કંઈક નવું ડિલીશયસ બનાવવા માટે, નોંધી લો આ બ્રેકફાસ્ટની રેસીપી

સ્વાદ અને સ્વાસ્થ્યનું અનોખું મિશ્રણ એટલે પોંઆ અપ્પે. આ વાનગી પોંઆ અને સોજીથી બનેલી વાનગીમાં તેલનો ઓછો ઉપયોગ થવાથી હોવાથી હેલ્થ કોન્સિયસ લોકોને વધુ પસંદ આવશે.

New Update
appe

બ્રેકફાસ્ટમાં કંઈક નવું અને સ્વસ્થ અજમાવવા માંગો છો તો આ વાનગી તમને જરૂર પસંદ આવશે. સ્વાદ અને સ્વાસ્થ્યનું અનોખું મિશ્રણ એટલે પોંઆ અપ્પે.

આ વાનગી પોંઆ અને સોજીથી બનેલી વાનગીમાં તેલનો ઓછો ઉપયોગ થવાથી હોવાથી હેલ્થ કોન્સિયસ લોકોને વધુ પસંદ આવશે.

પૌંઆ અપ્પે માટેની સામગ્રી : આ વાનગીમાં ઝીણા સમારેલા લીલા મરચા, આદુનો નાનો ટુકડો, લીમડો 4થી 5 પાન, ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર, અને જીરું. તેમજ અપ્પે બનાવવા માટે તેલ લેવું.

  • આ વાનગી બનાવવા પૌંઆને ધોઈ લો. પછી 10 મિનિટ માટે એક વાસણમાં પલાળી રાખો. ત્યાર બાદ પૌંઆ નરમ થઈ જાય, ત્યારે તેનું પાણી નિચોવીને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ પૌંઆમાં સોજી અને દહીં ઉમેરી બરાબર હલાવો.
  • હવે આ મિશ્રણમાં ઝીણા સમારેલા ડુંગળી, ગાજર, લીલા મરચાં અને આદુ નાખી મિશ્રણને બરાબર હલાવો. પછી એક નાના પેનમાં તેલ મૂકી રઈનો વઘાર કરો. રઈ તતડે એટલે તેમાં લીમડાના પાન નાખો. પછી આ તેલને મિશ્રણમાં નાખ્યા બાદ કોથમીર મીઠું, હળદર, લાલ મરચું પાવડર, જીરું જેવા બધા મસાલા ઉમેરો. આ બધું મિક્સ કરી એક ઘટ્ટ બેટર તૈયાર કરો.
  • યાદ રાખો કે આ બેટર વધુ પડતું પાતળું ના થાય. જો બેટર જાડું લાગે તો જરૂરી પાણી ઉમેરો. અપ્પેનું બેટર ના તો ખૂબ પાતળું અને ન તો ખૂબ જાડું હોવું જોઈએ. હવે બેટરમાં ઈનો અથવા બેકિંગ સોડા ઉમેરી એક જ દિશામાં હલાવો. આમ કરવાથી બેટર ફ્લફી અને હળવું બનશે.
  • હવે ગેસ પર અપ્પે પેન ગરમ કરો અને દરેક સ્લોટમાં થોડું તેલ રેડો અને પછી દરેક સ્લોટમાં તૈયાર કરેલું બેટર ભરો. હવે તેને ધીમા તાપે 2 થી 3 મિનિટ સુધી રાંધો અને પછી ચમચીની મદદથી તેને ફેરવો અને બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.
  • ગરમાગરમ પૌંઆ અપ્પેને કોથમીરની ચટણી, નારિયેળની ચટણી અથવા ટામેટાની ચટણી સાથે ખાઈ શકો છો.
Latest Stories