કાલે છે હરિયાળી ત્રીજ, પ્રસાદમાં ઘરાવો ઘેવર, ઘરે બનાવવા નોંધી લો રીત.....

લગ્ન કરેલી મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખ શાંતિ માટે આ દિવસે વ્રત કરીને ઉપવાસ કરતી હોય છે.

New Update
કાલે છે હરિયાળી ત્રીજ, પ્રસાદમાં ઘરાવો ઘેવર, ઘરે બનાવવા નોંધી લો રીત.....

કાલે હરિયાળી ત્રીજ છે ત્યારે ઘણી સ્ત્રીઓ વ્રત રાખીને ઉપવાસ કરતી હોય છે. લગ્ન કરેલી મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખ શાંતિ માટે આ દિવસે વ્રત કરીને ઉપવાસ કરતી હોય છે. આ વ્રતનું અનેરું મહત્વ રહેલું છે. આ ખાસ દિવસે ભગવાન શિવ અને માતા ગૌરીની પુજા કરવામાં આવે છે. આ સાથે ઘરે અનેક પ્રકારના પકવાન બનતા હોય છે. ત્રીજ પર ઘેવર પણ બનાવવામાં આવે છે. તો આજે તમને મલાઈ ઘેવરની રેસેપી જણાવીશું. આ ઘેવર ઓછા ખર્ચમાં મસ્ત બનશે. આ ઘેવર તમે પ્રસાદમાં ધરાવો.

ઘેવર બનાવવાની સામગ્રી

· 1 કપ મેંદો

· 1 કપ ખાંડ

· ઘેવર તળવા માટે ઘી

· 1 બાઉલ દૂધ

· 8 થી 10 કેસર

· 3 થી 4 કપ પાણી

· 1 ચમચી ઈલાયચી પાવડર

· 200 ગ્રામ જામેલું ઘી

· બરફના ટુકડા

· અડધો કપ દૂધ

ઘેવર બનાવવાની રીત

· ઘેવર બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું બાઉલ લો. અને તેમાં ઘી અને બરફના ટુકડા એડ કરો.

· આ ઘી અને બરફના ટુકડાને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી ઘી સફેદ અને મુલાયમ ના થઈ જાય. ઘી સફેદ અને મુલાયમ થઈ જાય એટલે આ પ્રોસેસ બંધ કરી દો.

· હવે એક પેન લો. તેમાં 1 કપ પાણી નાખો. ત્યાર બાદ તેમાં ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવો.

· હવે ઘીના બાઉલમાં મેંદો, દૂધ અને પાણી મિક્સ કરીને ઢીલી પેસ્ટ બનાવો.

· હવે એક બોટલ લો અને તેમાં નાનું કાણું પાડો.

· ત્યાર બાદ એક મોટી કઢાઈમાં ઘી લો અને તેને ગરમ કરવા મૂકો.

· ઘી ગરમ થઈ જાય પછી બોટલમાં ભરેલી પેસ્ટને ધીમે ધીમે કરીને ઘીમાં પાડતાં જાઓ.

· તમે જોઈ શકશો કે કિનારી જાળીદાર અને વચ્ચે છેદ જોવા મળશે.

· છેલ્લે ઘેવરને એક કાણાં વાળા વાસણમાં લઈ લો. જેથી ઘી અલગ થઈ જાય.

· પછી ઘેવરને ચાસણીમાં નાખો અને ફરીથી જાળી વાળા વાસણમાં મૂકી દો.

· ઠંડુ થાય એટલે તેમાં ડ્રાઈ ફ્રૂટ્સ, કેશરનું દુધ અને મલાઈ માવો નાખીને સર્વ કરો.

· તો તૈયાર છે પ્રસાદમાં ધરવતા ઘેવર....   

Latest Stories