સવાર-સાંજ નાસ્તામાં કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ જ્યારે વાત બાળકોની આવે છે ત્યારે તેમને ચોકલેટ, ચોકલેટ બ્રેડ કે કેક, બ્રાઉની સહિતની વસ્તુ ખાવાનું પસંદ હોય છે. ત્યારે આજે અમે તમને નો બ્રેડ ડબલ ચોકલેટ સેન્ડવીચની રેસિપી જણાવીશું.
જો તમે સ્વસ્થ અને સ્વાદિષ્ટ કેક ખાવા માંગતા હોવ તો ચોકલેટ વ્હીટ કેક શ્રેષ્ઠ છે. આ કેક મેંદાના લોટને બદલે ઘઉંના લોટથી બનાવવામાં આવે છે, જે તેને સ્વાદમાં તો સુધારે છે, આ સાથે સ્વાસ્થ્ય માટે પણ એક સારો વિકલ્પ છે.
ઘઉંના લોટમાં ફાઇબર જોવા મળે છે, જે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. તે બનાવવું પણ ખૂબ જ સરળ છે, કારણ કે તેમાં થોડી સામગ્રી અને ઓછો સમય લાગે છે. તો ચાલો જાણીએ ઓવન અને ઈંડા વગર ઘરે ચોકલેટ વ્હીટ કેક કેવી રીતે બનાવી શકાય છે.
ચોકલેટ વ્હીટ કેક બનાવવા માટે કેટલીક સામગ્રીની જરુરત પડશે. ઘઉંનો લોટ, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ખાંડ, દૂધ, તેલ, વેનીલા એસેન્સ, લીંબુનો રસ, ચોકલેટ ચિપ્સ અથવા ડ્રાયફ્રુટ સહિતની સામગ્રીની જરુર પડશે.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, કોકો પાવડર, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ચાળી લો. હવે એક અલગ વાસણમાં દૂધ, ખાંડ, તેલ અને વેનીલા એસેન્સ મિક્સ કરો.
હવે ધીમે ધીમે આ બધી સૂકી સામગ્રીને ભીની સામગ્રીમાં મિક્સ કરો.છેલ્લે લીંબુનો રસ અથવા વિનેગર ઉમેરો અને મિક્સ કરો.
હવે એક પ્રેશર કૂકર લો, તેમાં 1 કપ મીઠું અથવા રેતી ફેલાવો. તેના પર સ્ટેન્ડ અથવા સ્ટીલનો બાઉલ મૂકો, તેને ઢાંકી દો અને ધીમા તાપ પર 10 મિનિટ માટે પહેલાથી ગરમ કરો.
આ બેટરને ગ્રીસ કરેલા ટીન અથવા સ્ટીલના કન્ટેનરમાં રેડો અને તેને ચોકલેટ ચિપ્સ અથવા ડ્રાયફ્રુટ્સથી સજાવો.કેક ટીન કુકરમાં મૂકો અને ઢાંકણ બંધ કરો. કેકને ધીમા તાપે 35-40 મિનિટ સુધી બેક કરો.
થોડીવાર રાંધ્યા પછી, કેકમાં સ્ટીકથી ચેક કરી લો. સ્ટીક પર મિશ્રણ ચોટેલુ ના હોય તો કેક બનીને તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ તમે કેકને સર્વ કરી શકો છો.
Recipe | Make chocolate cake | Homemade | healthy and tasty