/connect-gujarat/media/media_files/2025/09/10/milkk-2025-09-10-16-07-23.jpg)
શ્રાદ્ધ પક્ષમાં પિંડદાન અથવા દાન કરવામાં આવે છે. ત્યારે આ સમયગાળામાં કાગળાને દૂધ અને રોટલી ખવડાવવામાં આવે છે. આ ઉપરાંત પિતૃપક્ષમાં મોટાભાગના ઘરોમાં દૂધ-પાક બનાવવામાં આવે છે.
ભાદરવા મહિનામાં દૂધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તો આજે ઘરે સરળતાથી દૂધ-પાક બનાવવાની રેસિપી જણાવીશું.
દૂધ-પાક બનાવવા માટે દૂધ, ચોખા, ખાંડ, મિલ્ક પાઉડર, બદામ, ચારોળી, કેસર, ઘી સહિતની સામગ્રીની જરુર પડશે.
દૂધ-પાક બનાવવા માટે સૌથી પહેલા એક તપેલીમાં એક લીટર દૂધ ઉમેરો. તેમાંથી એક વાટકી દૂધ અલગ રાખો.
દૂધમાં એક ઊભરો આવે એટલે બે ચમચી ચોખા ઉમેરો. ત્યારબાદ ચોખાને દૂધમાં ઉમેરતા પહેલા ગરમ પાણીમાં 30મીનિટ પલાળી રાખો. આ પછી ચોખામાંથી પાણી કાઢીને તેને દૂધમાં ઉમેરો.
હવે બીજા એક પેનમાં ઘી લગાવી દો. તેમાં એક વાટકીમાં અલગ રાખેલું દૂધ ઉમેરી તેમાં અડધી વાટકી ખાંડ ઉમેરો. એક નાની વાટકી મિલ્ક પાઉડર ઉમેરો અને 2 મિનિટ સુધી મિક્સ કરો.
ત્યારબાદ ધીમા ગેસ પર દૂધને 15 થી 20 મિનિટ ઉકળવા દો. ધ્યાન રાખો કે ચોખા તપેલીના તળીયા પર ચોંટી ન જાય. નહીંતર દૂધનો સ્વાદ ખરાબ થઈ જશે. તમે દૂધ ઠંડું થાય ત્યારબાદ સર્વ કરી શકો છો.