કાઠિયાવાડી સ્ટાઈલમાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ કુંભણીયા ભજીયા

ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે.

author-image
By Connect Gujarat Desk
New Update
bhajiya

ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે.

ત્યારે આજે આપણે જોઈશું કે કાઠિયાવાડી સ્ટાઇલમાં કુંભણીયા ભજીયા કેવી રીતે બનાવી શકાય છે.

ગુજરાતમાં પણ ભજીયા વિવિધ પ્રકારના બનાવવામાં આવે છે. ત્યારે કુંભણીયા ભજીયા પણ ગુજરાતીઓના પ્રિય ભજીયામાંથી એક છે. ત્યારે ચોમાસાની સિઝનમાં કુંભણીયા ભજીયા ઘરે સરળતાથી બનાવો.

કાઠિયાવાડી સ્ટાઈલમાં કુંભણીયા ભજીયા બનાવવા માટે લસણ, લીલી મેથી, કોથમરી, આદુ, લીલા મરચા, લીંબુ, અજમો, ચણાનો લોટ, તેલ, મીઠું, હીંગ, ખાંડ સહિતની વસ્તુઓની જરુરત પડશે.

કુંભણીયા ભજીયા બનાવવા માટે સૌથી પહેલા એક તપેલીમાં ચણાનો લોટ લો. તેમાં કાપેલા લીલા ધાણા, લીલા મરચા, મેથી, વરિયાળી, આદુ-મરચાની પેસ્ટ, અજમો, હીંગ, ખાંડ, લીંબુનો રસ અને લસણને કાપીને ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

હવે તમામ વસ્તુઓને મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું-થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. ધ્યાન રાખો કે બેટરમાં ગાંઠા ન પડી જાય.

ત્યારબાદ બેટરમાં ખાવાના સોડા ઉમેરી બરાબર મિક્સ કરી સો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.

હવે તેલ ગરમ થઈ જાય એટલે કુંભણીયા ભજીયા તળવા મુકો. ભજીયા બંન્ને બાજુથી ગોલ્ડન રંગના થાય એટલે બહાર કાઢી ગરમા ગરમ પીરસી લો.

Latest Stories