Connect Gujarat
વાનગીઓ 

ક્રિસ્પી મખાના ભેળ જોતાં જ મોઢામાં પાણી આવી જશે, જાણો લો બનાવવાની રેસેપી....

મખાના હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. મખાનામાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. આમ તમે મખાનામાંથી સરસ ક્રિસ્પી ભેળ પણ બનાવી શકો છો.

ક્રિસ્પી મખાના ભેળ જોતાં જ મોઢામાં પાણી આવી જશે, જાણો લો બનાવવાની રેસેપી....
X

મખાના હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. મખાનામાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. આમ તમે મખાનામાંથી સરસ ક્રિસ્પી ભેળ પણ બનાવી શકો છો. આ ભેળ તમે ઘરે મહેમાનો માટે પણ બનાવી શકો છો. મખાના ભેળ તમારા માટે બેસ્ટ ઓપસન છે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત....

મખાના ભેળ બનાવવાની સામગ્રી

· 2 કપ મખાના

· અડધો કપ શીંગ

· 1 જીણી સમારેલી ડુંગળી

· 1 જીણું સમારેલું ટામેટું

· અડધો કપ ગાજર જીણા સમારેલા

· અડધો કપ બીટ

· 2 લીલા મરચાં

· કોથમીર

· લાલ મરચું પાવડર

· ચાટ મસાલો

· 3 થી 4 ચમચી દેશી ઘી

· જરૂર મુજબ લીલી ચટણી

· જરૂર મુજબ આંબલીની ચટણી

· ¼ કપ સેવ

· સ્વાદ અનુસાર મીઠું

મખાના ભેળ બનાવવાની રીત

· મખાના ભેળ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં થોડું ઘી ગરમ કરવા મૂકો

· ઘી ગરમ થઈ જાય એટળે તેમાં શીંગ નાખો

· શીંગ ફ્રાઈ થઈ જાય પછી તેને કાઢી લો.

· એક કડાઇમાં મખાના ફ્રાય કરી લો.

· મખાનાને 5 થી 6 મિનિટ માટે ગરમ થવા દો જેથી કરીને ક્રિસ્પી મસ્ત થાય.

· આ મખાનાને એક બાઉલમાં લઇ લો.

· પછી મખાનામાં લાલ મરચુ અને સ્વાદાનુંસાર મીઠું નાખીને મિક્સ કરી લો.

· ડુંગળી, ગાજર, બીટ, ટામેટાને ઝીણાં સમારી લો.

· આ બધી વસ્તુઓ મખાનામાં એડ કરો અને મિક્સ કરી લો.

· હવે મખાનામાં લીલી ચટણી અને મીઠી ચટણી નાખીને મિક્સ કરી લો.

· ત્યારબાદ કોથમીર અને લીલા મરચા મિક્સ કરીને એડ કરો

· તો તૈયાર છે ટેસ્ટી-ટેસ્ટી મખાના ભેળ.

· આ મખાના ભેળમાં ખાટી મીઠી ચટણી તમરા ટેસ્ટ મુજબ એડ કરો.

· આ ભેળ તમે બાળકોને ખવડાવો છો તો પણ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.

· મખાના ભેળ હેલ્ધીની સાથે સાથે અનેક ગુણોથી ભરપૂર છે.

· છેલ્લે તેને કોથમીરથી ગાર્નિશ કરો.

Next Story