ગુજરાત રાજ્યમાં આજે રેકોર્ડ બ્રેક 902 નવા કેસ નોંધાયા,10 લોકોના મોત

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 902 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 42808 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 10 લોકોનાં મોત થયા છે અને 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક 2057 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 29806 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આજે 902 નવા નોંધાયેલ કેસ પૈકી સુરતમાં 287, અમદાવાદમાં 164, વડોદરામાં 74, જૂનાગઢમાં 46, ભાવનગરમાં 40, રાજકોટમાં 34, અમરેલીમાં 29, સુરેન્દ્રનગરમાં 26, ગાંધીનગરમાં 25, ખેડા, નવસારીમાં 19-19, દાહોદમાં 16, ભરૂચમાં 15, જામનગરમાં 13, બનાસકાંઠા, મહેસાણામાં 12-12, પાટણમાં 10, મોરબી, આણંદમાં 9-9, વલસાડમાં 8, સાબરકાંઠા, કચ્છમાં 7-7, મહીસાગરમાં 5, પોરબંદરમાં 4, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં 3-3, બોટાદમાં 2, તાપીમાં 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં સુરત 5 , અમદાવાદ 3, ગાંધીનગર 1 અને મોરબીમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2057 પર પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29806 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 10945 એક્ટિવ કેસ છે, જેમાંથી 74 વેલ્ટીલેટર પર છે અને 10871 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,70, 265 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Latest Stories