Connect Gujarat
દેશ

RSSના સ્થાપના દિન પ્રસંગે મોહન ભાગવતે કર્યા મોદી સરકારના વખાણ

RSSના સ્થાપના દિન પ્રસંગે મોહન ભાગવતે કર્યા મોદી સરકારના વખાણ
X

વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને પાઠવી શુભેચ્છા

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના 92 માં સ્થાપના દિનની ઉજવણી નાગપુર ખાતે કરવામાં આવી હતી. વિજય દશમીના પાવન અવસર નિમિત્તે સર સંઘ સંચાલક મોહન ભાગવત સહિત RSSના સ્વયંસેવકો ઉપસ્થિત રહયા હતા.

cudefguwgaaaljh

આ પ્રસંગે સર સંઘ સંચાલક મોહન ભાગવતે ઉપસ્થિત રહીને સ્વયંસેવકોની પરેડનું નિરીક્ષણ કર્યું હતુ.RSS ના ઇતિહાસમાં પ્રથમ વખત સ્વયંસેવકો એ ડ્રેસકોડ ચેન્જ કરીને પથ સંચાલન માં ફૂલ પેન્ટ પહેર્યું હતુ.આ પ્રસંગે વડાપ્રધન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને જણવ્યુ હતુ કે RSSના સ્થાપના દિવસે સંઘના તમામ સ્વયંસેવકોને શુભેચ્છાઓ. મોદીએ દેશસેવાના તેમના કાર્યો માટે શુભકામનાઓ પાઠવી હતી.

cudi0mjuaaayylu

મોહન ભાગવતે આ પ્રસંગે સંબોધનમાં કેન્દ્ર સરકારના વખાણ કર્યા હતા અને જણવ્યુ હતું કે સરકારના નેતૃત્વમાં સેનાએ જે સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી તે અભિનંદને પાત્ર છે. આ સફળતાથી દેશવાસીઓ અને સેનાના મનોબળ વધ્યા છે. વધુમાં તેઓએ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર સહિત સમગ્ર કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હોવાનું જણાવ્યું હતું.

cudfvmwvyaaoqog

મોહન ભાગવતે RSSના સંસ્થાપક ડો.કેશવ હેગડેવારની સ્મૃતિ મંદિરમાં સ્થાપિત પ્રતિમાને પુષ્પાંજલિ આપીને વંદન કર્યા હતા.

untitled

Next Story