દેવભૂમિ દ્વારકા : કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર, ખંભાળીયા ખાતે RTPCR ટેસ્ટિંગ લેબનો કરાયો પ્રારંભ

New Update
દેવભૂમિ દ્વારકા : કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર, ખંભાળીયા ખાતે RTPCR ટેસ્ટિંગ લેબનો કરાયો પ્રારંભ

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે દ્વારકા જિલ્લામાંથી જામનગર ખાતે ટેસ્ટ માટે સેમ્પલ મોકલવામાં આવતા હતા. જે હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં RTPCR લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે સોમવારના રોજ ગુજરાતના રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર, ડીડીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ તેમજ આરોગ્ય વિભાગના અધિકારી, ભાજપ જિલ્લા પ્રમુખ ખીમ જોગલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં અવાયું હતું.

અત્રે મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કોરોના પોઝીટીવ માટે જરૂરી RTPCR ટેસ્ટ કરવા સેમ્પલ જામનગર સ્થિત લેબ ખાતે મોકલવામાં આવતા હતા. જેનો 4થી 7 દિવસે લોકોને રિપોર્ટ મળતો હતો, ત્યારે હવે લોકોને માત્ર એક જ દિવસમાં આ રિપોર્ટ માલી રહેશે. દ્વારકા જિલ્લાના લોકોને હવે કોવિડ-19 માટેનો ખૂબ જરૂરી એવો RTPCR રિપોર્ટ વહેલીતકે મળી રહેશે. આ સુવિધાના પગલે લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું પણ અટકી જશે અને લોકોને સારવાર પણ સમયસર મળી રહેશે. તેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે RTPCR લેબ શરૂ થતા આ લેબ આશીર્વાદ રૂપ સાબિત થશે.

ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં આવેલ માઈક્રો બાયોલોજી વિભાગમાં સરકાર દ્વારા રૂપિયા 20 લાખની કિંમતનું RTPCR ટેસ્ટ મશીન આપવામાં આવ્યું છે. જેનું ક્વોલિટી ચેક રન કરવામાં આવ્યું છે. ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં RTPCR લેબમાં દ્વારકા જિલ્લાને ફાળવાયેલ ટેસ્ટિંગ મશીન 8 કલાકમાં 90 સેમ્પલ રન કરવાની ક્ષમતા ધરાવે છે. જે આગામી સમયમાં તબક્કા વાર આ ક્ષમતાને વધારી અને જિલ્લાના લોકોને ફાયદો થાય અને વહેલી તકે રિપોર્ટ આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે ક ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં એક માઈક્રો બાયોલોજીસ્ટ અને 6 લેબ ટેકનિશિયનની ટીમ 24 કલાક કાર્યરત રહેશે, જેથી એનો સીધો જ ફાયદો દ્વારકા જિલ્લાના લોકોને મળે અને વહેલીતકે લોકોની સારવાર શરૂ કરી કોરોનાનું વધતું સંક્રમણ પણ ઓછું કરી શકાશે.

Latest Stories