સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતીની ઉજવણી નગરપાલિકા કોર્પોરેટર તથા ભાજપ કાર્યકરો અને આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

પ્રાંતિજના ભાખરીયા બસ સ્ટેશન ખાતે આવેલ સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે પ્રતિમાની સફાઇ કરાવી, પ્રાંતિજ નગરપાલિકાના કોર્પોરેટરો, ભાજપ કાર્યકરો અને આગેવાનો દ્વારા પુષ્પોની માળા પહેરાવવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દિપક કડીયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદ પરમાર, ગીરીશ પટેલ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, મંત્રી નિકુંજ રામી, બાંધકામ સમિતિના ચેરમેન રાજેશ ટેકવાણી, કોર્પોરેટર મહેબુબ બલોચ, ગોવિદસિંહ તથા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત ભાજપ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.