સાબરકાંઠા : કોરોનાનો કહેર વધતાં ખેડબ્રહ્મામાં બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

સાબરકાંઠા : કોરોનાનો કહેર વધતાં ખેડબ્રહ્મામાં બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
New Update

સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રવિવાર અને સોમવારે બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે.  

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતાં શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા શહેરમાં સંક્રમણ અટકાવવા ખેડબ્રહ્મા વેપારી એસોસિએશનની એક મિટિંગ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને શુક્રવારના રોજ મળી હતી જેમાં ખેડબ્રહ્મા શહેરમાં રવિવાર અને સોમવારના રોજ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ખેડબ્રહ્મા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના પોઝિટિવ કેસો વધી જવા પામ્યા છે ત્યારે કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે બે દિવસનું સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. જે અંતર્ગત રવિવાર અને સોમવારના રોજ ખેડબ્રહ્મા શહેર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.

#LockDown News #Sabarkantha #Khedbrahma #Connect Gujarat #sabarkantha news #Lockdwon
Here are a few more articles:
Read the Next Article