કોરોના કાળની વિકટ પરિસ્થિતિમાં હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા હિંમતનગરના સ્મશાનગૃહમાં એક હજારથી વધારે પૂળાની સહાય કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના જીવલેણ વાયરસે ભરડો લીધો છે ત્યારે હાલની પરિસ્થિતિમાં દિનપ્રતિદિન મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે સાથે જ મૃત્યુ આંકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે જિલ્લાની તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે. દિન-પ્રતિદિન જિલ્લામાં પણ મૃતકોની સંખ્યામાં વધારો થતો જણાય છે. ત્યારે આ પરિસ્થિતિમાં સેવાના કાર્યોમાં અગ્રસ્થાન આપતી સંસ્થા હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા ટીમ દ્વારા આજે હિંમતનગર શહેરના નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહમાં સ્મશાનમાં અગવડતા ન પડે તે અર્થે અંદાજે એક હજાર જેટલા સૂકા પૂળાની વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવી હતી. હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ૧૫-૧૫ કાર્યકર્તાઓની ટીમો બનાવી સાબરકાંઠામાં કોવિડ દર્દીઓની સેવામા લગાવવામાં આવી છે, હાલની પરિસ્થિતિ કોરોના કાળમાં સમાજને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં હિન્દુ યુવા સંગઠન તત્પર રહેશે તેમ ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભુગુંવેન્દ્રસિંહ કુંપાવતે જણાવ્યુ હતું.