સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં કોદર મહારાજની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વડાલી-ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર આવેલ પરમ પૂજ્ય કોદર મહારાજની સમાધિની ડેરીનું વર્ષો પહેલા નિર્માણ કરાયું હતું. તાજેતરમાં આ ડેરીનો જીર્ણોદ્ધાર કરી મંદિર બનાવવામાં આવ્યું હતું, ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ કોદર મહારાજની અલૌકિક મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને યજ્ઞ મહોત્સવમાં સિદ્ધપુરના કર્મકાંડી વિદ્વાન શાસ્ત્રી જનકભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોડી સાંજે પૂર્ણાહુતિ બાદ મહા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વડાલી તાલુકાના ભક્તો ઉપસ્થિત રહી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
સાબરકાંઠા : વડાલીમાં કોદર મહારાજની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
પરમ પૂજ્ય ગુરુદેવ કોદર મહારાજની અલૌકિક મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
