હેડ ક્લાર્ક પેપર લીક મામલામાં સાબરકાંઠા પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલોને લઈને પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જોકો ગઈ કાલે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા જેમાં પેપર લીકના મુખ્ય સૂત્રધાર જયેશ પટેલની ઝડપીને પૂછપરછ કરવામાં આવી હતી ત્યાર બાદ આજે પેપર લીક કૌભાંડના વધુ ચાર આરોપી જેમાં દાના ડાંગર, કેયુર પટેલ, કૃપાલી પટેલ અને હિમાની દેસાઈની પોલીસે ધરપકડ કરી છે. અત્યાર સુધી આ મામલામાં 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ચાર આરોપીઓ સાથે પોલીસે દીપલ પટેલ પાસેથી ૧૪ લાખ ૧૦ હજાર અને મુખ્ય આરોપી જયેશ પટેલ પાસેથી ૨૦ લાખ કબ્જે કર્યા છે. અત્યાર સુધી પોલીસે મોબાઈલ તથા વાહનો અને રોકડ રકમ મળી ૭૮ લાખ ૪૬ હજાર કબજે લીધા છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170