સાબરકાંઠા : તાજપુરકુઈ નજીક માર્ગ પરના ખાડામાં ટ્રક ખાબકી, અવારનવાર થતાં અકસ્માતોના પગલે તંત્ર પ્રત્યે લોકોમાં રોષ

New Update
સાબરકાંઠા : તાજપુરકુઈ નજીક માર્ગ પરના ખાડામાં ટ્રક ખાબકી, અવારનવાર થતાં અકસ્માતોના પગલે તંત્ર પ્રત્યે લોકોમાં રોષ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુરકુઈ ગામ નજીક એક ટ્રકને અકસ્માત નડ્યો હતો. જેમાં રોડની બાજુમાં જ ખોદેલા ખાડામાં આકેયાખી ટ્રક ખાબકી હતી.

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ તાલુકાના તાજપુરકુઈ ગામ નજીક વહેલી સવારે એક ટ્રક રોડની બાજુમાં ખોદેલા ખાડામાં ખાબકી ગઈ હતી. તલોદથી હિંમતનગર તરફ જતાં રોડની સાઇડમાં ખાડો આવી જતાં ટ્રક ચાલકે એકાએક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે ઘઉં ભરેલી ટ્રક ખાડામાં ખાબકી જવા પામી હતી, ત્યારે લોકોનું પણ કહેવું છે કે, તંત્રની ઘોર બેદરકારીના કારણે અહી છેલ્લા ઘણા સમયથી માર્ગ નજીકનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. જેના પગલે રાહદારી સહિત અનેક વાહનચાલકો હાલાકી વેઠવાનો વારો આવે છે, ત્યારે હવે આ મામલે વહેલીતકે વહીવટી તંત્ર કઈ ઘટતું કરે તે અત્યંત જરૂરી બન્યું છે.

Latest Stories