સાબરકાંઠા: ટેકાના ભાવે ચણાની ખરીદીનો આજે અંતિમ દિવસ, સમય મર્યાદા વધારવા માંગ, જુઓ શું છે કારણ

New Update
સાબરકાંઠા: ટેકાના ભાવે ચણાની ખરીદીનો આજે અંતિમ દિવસ, સમય મર્યાદા વધારવા માંગ, જુઓ શું છે કારણ

સાબરકાંઠા જીલ્લામાં ચણાની ખરીદીના આજે અંતીમ દિવસે પણ હજુ 50 ટકા જેટલી જ ખરીદી થઈ છે ત્યારે કેટલાક ખેડુતોનો પાક તો હજુ ખેતરમાં છે જેને લઈને ખેડુતો દ્વારા માંગ કરવામાં આવી છે કે ચણાની ખરીદીનો સમય લંબાવવામાં આવે.

સાબરકાંઠા જીલ્લામાં 2590 જેટલા ખેડુતોએ ચણાના વેચણા માટે રજીસ્ટેશન કરાવ્યુ હતુ અને સરકારે 50 મણ જેટલા ચણાની ખરીદી કરવાની શરૂઆત કરી છે અને આજે ચણાની ખરીદીનો અંતીમ દિવસ હોવા છતા પણ જીલ્લાભરમાંથી અત્યાર સુધી 1423 ખેડુતોએ જ ચણાનુ વેચાણ કર્યુ છે. આમ તો ઓપન માર્કેટ કરતા ટેકાના ભાવે વેચવા જતા વધુ ભાવ મળે છે જેથી ખેડુતો અહિ ચણાનુ વેચાણ કરવા માટે આવે છે પરંતુ ખેડુતોના 50 મણ જેટલા જ ચણા અહિ ખરીદાય છે અને બાકીના વધેલા ચણા ખેડુતો ઓપન માર્કેટમાંસસ્તા ભાવે વેચી રહ્યા છે.

સરકાર પહેલા જે રીતે ચણાની ખરીદી કરતી હતી તે રીતે આ વર્ષે પણ ખરીદી કરે તેવી ખેડુતોની માંગ છે કારણ કે ખેડુતોએ ઉત્પાદિક કરેલ ચણા 50 મણથી વધુ જ છે સરકારમાં ખેડુતો 50 મણ ચણા વેચે તો બાકીના ચણા સસ્તા ભાવે ઓપન માર્કેટમાં વેપારીઓને વેચી રહ્યા છે જો સરકાર ચણાની ખરીદી વધારે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ ચણાની ખરીદીનો સમય પણ વધારવાની માંગ ઉઠી છે.

Latest Stories