સારબકાંઠા: મિનિલોકડાઉન અને આંતરરાજ્ય બોર્ડર સિલ હોવાના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો

New Update
સારબકાંઠા: મિનિલોકડાઉન અને આંતરરાજ્ય બોર્ડર સિલ હોવાના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો

સાબરકાંઠા જીલ્લો શાકભાજીનુ હબ ગણાય છે અને અહિની શાકભાજી અન્ય જીલ્લાઓ સહિત અન્ય રાજ્યોમાં જઈ રહી હતી પરંતુ આજથી બોર્ડર બંધ હોવાને લઈને ખેડુતોનો પાક બોર્ડર બહાર જઈ રહ્યો નથી તેના કારણે ખેડુતોને નુકશાન થઈ રહ્યુ છે.

ખાસ કરીને વાત કરીએ તો ગવાર, રીંગણ, કોબીજ અને ટામેટા આ શાકભાજી એવી છે કે જે અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી પરંતુ હાલની પરિસ્થીતી એવી છે કે તમામ માલ અહિ સ્થાનિક કક્ષાએ જ વેચાઈ રહ્યો છે અને તેનાથી મંદી પડી છે. તો આંશિક લોકડાઉનની પણ ખેડુતોને અસર થઈ છે અને ખેડુતોને ખાતર બીયારણ અને મજુરીનો ખર્ચ પણ કાઢવો હાલ તો મુશ્કેલ બન્યો છે.

શાકભાજીના ભાવો

આજના ભાવ પહેલાના ભાવ
ગવાર 8 થી 10 20 થી 25
દુધી 4થી 5 10 થી 12
રીંગણ 3 થી 4 8 થી 10
કુબી 4 થી 5 8 થી 10
ગલકા 3 થી 4 10 થી 12
ટામેટા 8 થી 10 20 થી 25
ભીંડા 8 થી 9 20 થી 25
ધાણા 10 થી 12 30 થી 40
સરગવો 15 થી 20 30 થી 40
લીંબુ 40 થી 50 80 થી 100

એક બાજુ આંશિક લોકડાઉન, તો લારીઓ 11 વાગ્યા સુધી જ ચાલુ રહેતી હોવાથી તેમની શાકભાજી પણ વેચાતી નથી જેના કારણે હાલ શાકભાજીમાં મંદી જોવા મળી છે તો સામે ખેડુતો અને વેપારીઓની હાલત પણ કફોડી બની ગઈ છે અને જલ્દીમાં જલ્દી બોર્ડર ખુલે તેની રાહ જોવાઈ રહી છે.

Latest Stories